તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અદાણીના બદનક્ષીના કેસમાં આપના નેતાને મુન્દ્રા કોર્ટનું તેડું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદાણીના બદનક્ષીના કેસમાં આપના નેતાને મુન્દ્રા કોર્ટનું તેડું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અદાણીકંપની વિરુદ્ધ રાજકીય મિલિભગતનો જાહેર આક્ષેપ કરનારા આમ આદમી પાર્ટીના નેતા અને જર્નાલિસ્ટ આશિષ ખેતાનને કંપનીએ કરેલા બદનક્ષીના દાવા સંદર્ભે મુન્દ્રા કોર્ટે 5 નવેમ્બરે હાજર થવાનો આદેશ કર્યો છે.

ઘટનાક્રમ મુજબ 11 મેના દિલ્હી મધ્યેની એક જાહેર કોન્ફરન્સમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયેલા અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ દ્વારા જમીનો સસ્તામાં મેળવી મોટી રકમના ડોનેશન આપી સરકારનો ગેરલાભ ઉઠાવ્યો હોવાના આક્ષેપ કરાયા હતા. વિશેષમાં સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા કંપનીએ પર્યાવરણને નુકસાન કર્યું હોવાનું માની 200 કરોડનો દંડ કરેલો, જે સરકારે માફ કરી કંપનીને ફાયદો કરાવ્યો હોવાની લાગણી દર્શાવી હતી. આક્ષેપોને પાયાવિહિન ગણાવીને કંપનીએ જમીન હાલની સરકાર સિવાય પણ જમીન ફાળવી હોવાનું કબૂલ કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ સમિતિ બનાવાઇ નથી અથવા તેમણે કોઈ દંડ ફટકારેલો હોવાની બાબત પર પ્રકાશ પાડી આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. કંપનીએ મુન્દ્રાની કોર્ટમાં બદનક્ષી અંગેની ખાનગી ફરિયાદ કરી હતી, તેના સમર્થનમાં જજ ઝાકીરહુસેન રંગરેઝે કંપનીના વકીલ ભરત ધોળકિયાની દલીલો સાંભળી ‘આપ’ના નેતાને ઇન્ડિયન પીનલ કોડ 499 તથા 500 અન્વયે સમન્સ પાઠવી ફોજદારી તપાસનો આદેશ કરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો