તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં બિનખેતીના 28હુકમોઅપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓપનહાઉસ પારદર્શક વહીવટનો નમૂનો છે અને લાભાર્થીઓને તેનાથી સરળતા ઉભી થાય છે, તેમ શુક્રવારે બિનખેતીના 28 હુકમો આપતાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. ભુજમાં જિલ્લા કલેક્ટર એમ.એ. ગાંધીની ચેમ્બરમાં ડીડીઓ સી.જે. પટેલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદ ચાવડાએ સંબંધિત અરજદારોને બિનખેતી અને બિનખેતી પ્રીમિયમના પરવાનગી હુકમો એનાયત કર્યા હતા.

સમગ્ર રાજ્યમાં પારદર્શક વહીવટ આપવાની રાજ્ય સરકારની નેમ અનુસાર કચ્છમાં ઓપન હાઉસના માધ્યમથી ખાનગી કંપની, વ્યક્તિગત ધોરણે કેસોના હુકમો અરજદારોને કલેક્ટર ઓફિસે બોલાવીને ઓપન હાઉસના માધ્યમથી આપવામાં આવ્યા તે સરાહનીય બાબત છે.

કાર્યક્રમમાં મે. કોસ્ટલ ગુજરાત પાવર લિ. ટુંડાના સુખપર ટીંબો (તા. મુન્દ્રા)ના વિવિધ માગણીના 17 બિનખેતી થયેલા હુકમો ઉપરાંત OPGS પાવર ગુજરાત પ્રા.લિ.ભદ્રેશ્વરના 3, જ્યારે વ્યક્તિગત માગણીના ભરત ભચુ હધુ માતા, ધાણેટી, શ્યામલાલ શિવધનમલ ગર્ગ, આદિપુર, માવજી અરજણ માતા, ભુજ અને દાનાભાઈ ગોરાણી ભુજને પ્રત્યેકને બિનખેતી થયેલા હુકમો તેમજ બિનખેતીમાં ફેરવાયેલી જમીનનો હેતુફેર કરવા અંગેના અને બિનખેતી જમીનના રિવાઇઝ્ડ લે-આઉટ પ્લાનના મંજૂર કરવા અંગેના 3 હુકમો મળી બિનખેતીના 27 અને બિનખેતી પ્રીમિયમનો એક હુકમ એમ કુલ 28 પરવાનગી હુકમો અપાયા હતા. પ્રસંગે ચિટનિશ આર.કે. રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

અોપન હાઉસનો પારદર્શક વહીવટનો નમૂનો લેખાવતા સાંસદ વિનોદ ચાવડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો