• Gujarati News
  • National
  • ભુજમાં ઓપન કચ્છ ચેસ હરીફાઈ યોજાશે

ભુજમાં ઓપન કચ્છ ચેસ હરીફાઈ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ઓપન કચ્છ ચેસ હરીફાઈ યોજાશે

ભુજ: આગામીતા.13/8 રવિવારના સિટી ચેસ ક્લબ દ્વારા અન્ડર 30ના યુવક યુવતીઓ માટે ચેસ હરીફાઈ નું આયોજન સનરાઈઝ ટાવર યસ બેન્ક ઉપર PGVCLની સામે કરવામાં આવ્યું છે. સ્વીસ પદ્ધતિ પ્રમાણે હરીફાઈ રમાડવામાં આવશે દરેક હરીફે બપોર ના 1કલાકે ચેસ સેટ અને જન્મ તારીખ પ્રૂફ સાથે આવી જવાનું રહેશે અન્ડર 30 માટે તા.1-01-1987 બાદ જન્મેલા યુવક યુવતીઓ ભાગ લઇ શકશે રજિસ્ટ્રેશન શનિવાર તા.12 લગી કરવામાં આવશે. વધુ વિગત માટે મોબ.9978985800 અને WHATS APP ન.9825623490 ઉપર કોન્ટેક કરવો.

જલસેવાકર્મચારી ગ્રાહક સહકરી મંડળી લિ.

ભુજ: જલસેવાકર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની બેઠકમા વર્ષ 2017-18ના હોદેદારો વરાયા હતા, જેમાં પ્રમુખ તરીકે ગુલાબસિંહ સોઢા, ઉપપ્રમુખ વી.એલ. વાઘેલા, મંત્રી ભરતભાઇ બડગા ઉપરાંત કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

વિવિધસ્થળે નિ:શુલ્ક લોકોપયોગી માર્ગદર્શન

ભુજ: વિકલાંગ,વૃદ્ધ,વિધવા માટે લોકઉપયોગી નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ જન સેવા સંઘ અને ગોપાલ સેનાના સંયુકત ઉપક્રમે આયોજન તા.10/8ના સવારે 10થી 11 દરમિયાન પોલીસ સ્ટેશન સામે, નખત્રાણા ખાતે તેમજ તા.11/8 સવારે 10થી 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે, નલિયા ખાતે. તા.13/8ના બપોરે 12થી 1 ગણેશનગર રબારી સમાજવાડી, ભુજ ખાતે કરાયું છે, જેમાં નિરાધાર, વિધવા, વૃદ્ધ, વિકલાંગ સહાય તેમજ વિકલાંગ સર્ટિ, એસટી પાસે વગેરે બાબતોએ માર્ગદર્શન અપાશે. વધુ વિગત માટે મો.99254 06322 પર સંપર્ક કરવો.

રામેશ્વરમહિલા મંડળની રચના કરાઇ

ભુજ: મુન્દ્રારિલોકેશન સાઇટ ખાતે આવેલ ઓધવપાર્ક-3માં રામેશ્વર મહિલા મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ચંદાબેન પી. પરમાર, મંત્રી નેહલબેન અેસ. ઠક્કર, ઉપપ્રમુખ અવનીબેન એસ. ઠક્કર, ખજાનચી આરતીબેન બી. વોરા, સહમંત્રી વનીતાબેન પટેલ, સહ ખજાનચી દીપાબેન એસ. ઠક્કર તેમજ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

ભુજતા.કોંગ્રેસ લઘુમતી સેલના મંત્રી વરાયા

ભુજ: ભુજતાલુકાના લઘુમતી સમાજને પક્ષીય નીતિઓથી જોડવા તાલુકા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા ભુજના કાર્યકર ઇમરાન કુંભારને પક્ષના ભુજ તાલુકા લઘુમતી સેલના મંત્રી પદે નિમણૂક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...