• Gujarati News
  • કરછના ૭૦ ઇજનેરી છાત્રો ની સ્પર્ધામાં જોડાયા

કરછના ૭૦ ઇજનેરી છાત્રો ની સ્પર્ધામાં જોડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરછના ભાવિ ઇજનેરોનો ઉત્સાહ વધારવા અને તકનિકી શકિતઓ ખીલે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા ખાતે બનાવવાની સ્પર્ધા યોજાઇ ગઇ. આ સ્પર્ધામાં કરછની તમામ ઇજનેરી કોલેજોને આવરી લેવાઇ હતી.
વિરાયતન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટ, એચજેડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ-કેરા તથા તોલાણી પોલીટેકનીક-આદિપુર વગેરે કોલેજોના સિવિલ એન્જિનિયરિંગના લગભગ ૭૦ જેટલા વિધાર્થીએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું હેતુ સમજાવતા મુકેશ સક્સેનાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ કરછના ભાવિ ઇજનેરોમાં આત્મવિશ્વાસ અને નવી ટેક્નોલોજીને અપનાવવાનો સુંદર અભિગમ ઇરછે છે. તદુપરાંત તેમણે કોઇ પણ સ્ટ્રકચર કેવી રીતે ઓછા ખર્ચે છતાં પણ જરૂરિયાત મુજબ અને આરામ દાયક બની શકે તેની વિગતવાર છણાવટ કરી હતી.
સ્પર્ધામાં જજ તરીકે આર્કિટેક આગેવાનો રજની પટવા, વિજય દોશી, યોગેશ ગરુંડાગિરિએ જવાબદારી નીભાવી હતી.
પ્રથમ વિજેતા તરીકે સીમરન મુલચંદાની એન્ડ ગ્રૂપ-તોલાણી કોલેજ આદિપુર, દ્વિતીય વિજેતા સ્વીટી બ્રહ્મભટ્ટ એન્ડ ગ્રૂપ-એચજેડી કોલેજ તથા તૃતિય વિજેતા ઘ્વનિ પાઠક એન્ડ ગ્રૂપ-એચજેડી કોલેજ કેરા જાહેર થયા હતા.
તમામ વિજેતાઓને અદાણી ગ્રૂપ વતી રિ ાત શાહે અભિનંદન અને ટ્રોફિ તથા રોકડ રકમ એનાયત કર્યા હતા. તમામ ભાગ લેનાર વિધાર્થીઓને સટિર્ફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
લો કોસ્ટ હાઉસિંગ મોડેલનું નિરી ાણ કરી રહેલા આગેવાનો નજરે પડે છે.
ભૂકંપ સામે ર ાણને અપાયું મહત્ત્વ
નવી રચનાત્મક ટેક્નોલોજીના ઉપયોગથી ઓછા ખર્ચે તથા ભૂકંપ સામે ર ાણ આપી શકે તેવા ઘર માટેના વિવિધ વિકલ્પો દર્શાવતાં ૧૫ જેટલા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા.