• Gujarati News
  • National
  • ટુંડાનો યુવાન ડેન્ગ્યુની અસર તળે હોસ્પિટલમાં

ટુંડાનો યુવાન ડેન્ગ્યુની અસર તળે હોસ્પિટલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાટૂંડા મુકામે એક યુવાનને ડેન્ગ્યુની અસર દેખાતા તાત્કાલીક ધોરણે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.અને તેના પગલે સ્થાનીક આરોગ્યખાતું દોડતું થયું હતું. ટુન્ડાના 27 વર્ષીય યુવાનની ઝેરી તાવ થકી તબીયત લથડતાં તેને તાત્કાલીક ધોરણે ભુજ સ્થિત ખાનગી હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાં તેના રક્ત પરીક્ષણ બાદ તેને ડેન્ગ્યુની અસર જણાતા ત્વરાએ આરોગ્ય ખાતાને જાણ કરાઈ હતી.આ અનુસંધાને વાંકી હેલ્થ ઓફીસર ડો કમલ નો ટેલીફોનીક સંપર્ક સાધતા તેમણે ખાનગી પરીક્ષણના આધારે પ્રથમ તબક્કે ડેન્ગ્યુનો કેસ હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...