તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન

જિલ્લાપેનશનર્સ એસો દ્વારા સંસ્થાના સભ્ય કુટુંબ પેન્શન મેળવતા વિધવા બહેનો માટે રાહતદરે હરિદ્વાર દર્શનના કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતી બહેનોએ નામ નોંધણી માટે સભ્ય કાર્ડ સાથે તા.12/6ના સવારે 10:30થી 12 દરમિયાન સંસ્થાની કચેરી મહાદેવ નાકા પાસે સંપર્ક સાધવો.

કવિકલાવૃંદ સાહિત્ય સંસ્થા

નવોદીતનેપ્રેરણા મળે, ગીત, ગઝલ કાવ્ય પઠન માટે બેઠક તા.10/6ના સાંજે 5:30 કલાકે આકાશવાણીની બાજુમાં હોટલ વિરામ ખાતે.સાહિત્ય રસીકો સાથે સભ્યએ ઉપસ્થિત રહેવું.

ગરીબબહેનોને સાડીનું વિતરણ

હાટકેશઅંબિકા મહિલા મંડળ અને સ્વ.જયોતીબેન એચ. અંતાણીની સ્મૃતિમાં તા.9/6ના સવારે વિવિધ સ્થળે ગરીબ વર્ગના બહેનોને સાડીનું વિતરણ કરાશે.

બિનઉપયોગી માવજતના સાધનો અંગે

શહેરનાલોકો માટે બિન ઉપયોગી માવજતના સાધનો હોય તેમણે પાઠ શાળ ખાતે આપી જવા, જેથી અન્યને ઉપયોગી થયા. વધુ વિગત માટે મો.70165 70124.

ભુજમંગલદીપ જીવદયા સમિતિ

ભુજમંગદીપ જીવદયા સમિતિના સભ્યો દ્વારા દાતાના સહયોગથી માધાપર અંધજન મંડળ સંચાલિત ભૂજોડી રોડ પર આવેલા વિકલાંગ વિહાર કન્યાકૂંજ કેળવણી કેન્દ્ર ખાતે કન્યા�ને મહાપ્રસાદ અપાશે.

ગઝલગરીમા સભાની બેઠક

ગઝલગરિમા સભાની બેઠક તા.૧૨/૦૬/૨૦૧૭ના સાંજે ૬-૦૦ કલાકે હોટલ વિરામ મધ્યે.

વૃક્ષમિત્રસંગીત સભા

તા.10/6નાસાંજે 6:30થી 9:30 દરમિયાન સંગીત રસીયાઓ માટે વૃક્ષમિત્ર સંગીત સભા વૃક્ષ મિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલોકેશન ચાર રસ્તા, હરીપાર્ક સોસાયટી પાસે.

નવીભોજન પ્રથા શિબિરનું આયોજન

આશાપુરાગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને નવી ભોજન પ્રથા પરિવાર ભુજ દ્વારા તા.12/6ના સાંજે 4થી 8 દરમિયાન નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન કરાયું છે. તા.10/6 સુધી નામ નોંધણી કરાવી લેવી. સંપર્ક મો. 94292 95425.

વાલીઓમાટે નિ:શુલ્ક માર્ગદર્શન શિબિર

‘પ્રથમપગલુ શાળામાં’ અંગે દોઢ વર્ષથી ઉપરના બાળકોના વાલીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન તા.10/6ના કરાયું છે. નામ નોંધણી માટે સંપર્ક મો.98253 06950.

ભચાઉમાંવિના મૂલ્યે લોકોપયોગી માર્ગદર્શન

જનસેવા સંઘ અને ગોપાલ સેનાના સંયુકત ઉપક્રમે લોક ઉપયોગી માર્ગદર્શન કેમ્પ તા.9/6ના સવારે 10થી 12 દરમિયાન ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે, જેમાં નિરાધાર વિધવા, અપંગ, વૃદ્ધ, કુંવરબાઇનું મામેરુ, રાષ્ટ્રીયસહાય, ટીબી, કેન્સર, જાતિ-ઉંમરના દાખલા, લગ્નનોંધી, મા કાર્ડ વગેરેનું માર્ગદર્શન અપાશે.

માધાપરમાંસમર્પણ ધ્યાન શિબિર

યોગપ્રભા ભારતી સેવા સંસ્થા ટ્રસ્ટ મુંબઇ તેમજ સમર્પણ ધ્યાન પરિવાર ભુજ દ્વારા નિ:શુલક આઠ દિવસીય સમર્પણ ધ્યાન શિબિર તા.6/6થી 13/6 સુધી સાંજે 4થી 6 દરમિયાન કાશ્મીરા રાજીવ શેઠિયાના નિવાસસ્થાન, ખેતરપાળા મંદીર પાસે, જૂનાવાસ માધાપર .સંપર્ક મો.94265 00882.

ધર્મ- સત્સંગ

વાગડ સાત ચોવીસી મહિલા મંડળ-ભુજ

વાગસાત ચોવીસી મહિલા મંડળ દ્વારા સ્નાત્રપુજન તા.10/6ના 10 કલાકે, આરાધના ભવન ખાતે.

લક્ષ્મીનારાયણમંદિરે નાવના દર્શન

લક્ષ્મીનારાયણમંદિરમાં તા.9/6ના નાવના દર્શન સાંજે 6થી 8:30 દરમિયાન લક્ષ્મીનારાયણ મંદિર, નાગર ચકલાણ ખાતે.

ભજનસત્સંગનું આયોજન

જલારામસત્સંગ મંડળ દ્વારા ભજન સત્સંગનું આયોજન તા.10/6ના રાત્રે 10 કલાકે મહાદેવનગર, મેલડી માના મંદિર ખાતે કરાયું છે.

બજરંગદાસબાપાનો પાટોત્સવ

સંતશીરોમણી બજરંગદાસ બાપાનો 4 પાટોત્સવ તા.9/6ના ઉજવાશે, જેમાં હવન સવારે 9 કલાકે તથા મહાઆરતી સાંજે 7:30 કલાકે કરાયું છે. બાપા સીતારામ મઢુલી, જય નગર પાટીયા પાસે.

ગાંધીધામમાંશ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા

મતિયાદેવ સેવા મંડળ દ્વારા ગાયત્રી શક્તિપીઠ પ્રેરીત કચ્છી ભાષામાં શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા તા.9/6થી 13/6 સુધી સાંજે 4થી 7 દરમિયાન ગણેશનગર, ગાંધીધામ ખાતે.

ક.ક.પા.સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ-નખત્રાણા

નિષ્કલંડીધામખાતે તા.9/6ના રાત્રે 8:30 કલાકે સત્સંગ વારીયજ્ઞ મહાપૂજા ગાદીપી જયરામદાસજી મહારાજના સાંનિધ્યમાં યોજાશે.

સ્વાસ્થ્ય- ચિકિત્સા

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ

તાલુકાસમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ તથા ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા પાંખ તેમજ સમસ્ત મહિલા મંડળના બહેનો માટે ઝાયડસ હોસ્પિટલ-અમદાવાદ દ્વારા વિના મૂલ્યે ‘બેસ્ટ કેન્સર જાગૃતિ સેમીનાર’ તા.10/6ના સવારે 10થી 11:30 દરમિયાન રાજગોર કોમ્યુનીટી હોલ, આરટીઓ રિલો. સાઇટ ભુજ ખાતે.

એકયુપ્રેશરનિ:શુલ્ક સારવાર કેમ્પ

તા.9/6નાજાયન્ટસ હોલ હોસ્પિટલ રોડ ભુજ ખાતે સાંજે 5થી 6:30 દરમિયાન નિ:શુલ્ક એકયુપ્રેશર સારવાર આપવામાં આવશે.

િસનિયરસિટીઝન કાઉન્સિલ

મહાવીરખીચડી ઘરના ઉપક્રમે ઇલાર્ક હોટલમાં તા.11/6ના સવારે 8થી 10 દરમિયાન કાર્ડીઅલોજીસ્ટ દર્દીઓની તપાસ અને 10થી 1 દરમિયાન દર્દ અંગેની સમજણ અંગે પ્રવચનનું આયોજન કરાયું છે. સિનીયર સિટીઝનો નામ નોંધણી મહાવીર ખીચડી ઘર, ભુજ ખાતે કરાવી લેવી.

શૈક્ષણિક

ભુજ પુષ્કર્ણા સમાજ

ભુજ,માધાપર, મીરજારના સ્કૂલ કોલેજમા ભણતા જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુકનું વિતરણ તા.10/6થી 12/6 સુધી સવારે 10થી 1 તેમજ સાંજે 5થી 8 દરમિયાન કચ્છી પુષ્કર્ણા સમાજવાડી, મુન્દ્રા રિલોકેશન ખાતે વિતરણ કરાશે. માર્કશીટની ઝેરોક્ષની નકલ આપી નોટબુક મેળવી લેવી.

વિશાશ્રીમાળી સોની જ્ઞાતિ

જ્ઞાતિનાધો.1થી 12 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પુસ્તકો માટે તા.10/6થી 11/6ના સાંજ 5થી 7 દરમિયાન વાઘેશ્વરી માતાજીના મંદિર સોનીવાડ મુકામેથી મેળવી લેવા તથા માર્કશીટની ઝેરોક્ષ નકલ રજુ કરવી. રાહતદેર નોટબુકનું વિતરણ મંદિરના સમય ચાલુ છે.

જિલ્લાપં.કર્મચારીઓની સહકારી મંડળ

જિલ્લાપંચાયત કર્મચારીઓની ધીરાણ/ગ્રાહક સહકરી મંડળીના સભાસદોના સંતાનો માટે વિના મૂલ્યે નોટબુક વિતરણ ચાલુ છે સાંજે 4થી 6 દરમિયાન મંડળીના કાર્યાલયમાંથી માર્કશીટની નકલ આપી જવી.

નોટબુકનુંવિતરણ કરાશે

તા.8/6નાસાંજે ગરીબ વર્ગના બાળકોને દાતાના સહયોગથી 25 જેટલા બાળકોને નોટબુકનું વિતરણ ગીતાજી કેન્દ્ર દ્વારા અપાશે જે તે સ્થળ પર રૂબરૂમાં વિતરણ કરાશે.

કચ્છકેળવણી ખાતાના કર્મચારી સહકારી મંડળી

કચ્છકેળવણીના ખાતાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળી લી. ભુજના સભાસસદોના જેમણે ધો.10, ધો.12, પીટીસી, બી.એડ તથા ડિગ્રી કોર્ષના ફાઇનલ વર્ષમાં 60 ટકાથી વધુ ગણુ મેળવી ઉતીર્ણ થયા હોય તેમણે માર્કશીટની પ્રમાણીત નકલ તા.17/6 સુધીમાં કાર્યાલયમાં રજુ કરવી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાકે પાસ થનારને મંડળ દ્વારા ઇનામો આપવામાં આવશે.

ઇન્દ્રાબાઇગર્લ્સ હાઇસ્કૂલ

ઓકટોમ્બર-2011થીમાર્ચ-2017 સુધીમાં 1થી 1 સેમ પૈકી કોઇ પણ સેમેસ્ટરમાં કોઇ વિષયમાં ગેરહાજર રહેલા ઉમેદવારો જુન-2017માં લેવાનાર ખાસ પરીક્ષાના ફોર્મ તા.10/6 સુધીમાં ભરી જવા.

અન્ય સમાચારો પણ છે...