• Gujarati News
  • National
  • મુન્દ્રા માંડવીની 13 પાંજરાપોળને સબસિડી આપો

મુન્દ્રા-માંડવીની 13 પાંજરાપોળને સબસિડી આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાઅને માંડવી તાલુકાની 13 પાંજરાપોળ-ગૌશાળાને વર્ષ 2012ના ઓગસ્ટ માસની 61.34 લાખ જેટલી સબસિડી વારંવારની રજૂઆતો બાદ આજ સુધી ચૂકવાઇ નથી, તેવી કચ્છ જિલ્લા પાંજરાપોળ સંગઠને મુખ્યમંત્રી સમક્ષ જૂઆત કરતાં જો એક માસમાં નાણાં નહીં મળે તો આંદોલન છેડવાની ચીમકી આપી છે. રતાડિયા, કાંડાગરા, ભુજપુર, મુન્દ્રા, ગુંદાલા, પત્રી, વડાલા, છસરા, લુણી, માંડવી, બિદડા અને ગઢશીશાની પાંજરાપોળને 21/8થી 31/8ની કુલ મળવાપાત્ર 61.34 લાખથી વધુની સબસિડીની રકમ હજુ પણ મળી નથી. કચ્છના અન્ય તાલુકાઓમાં અછત જાહેર થયાની તારીખથી રાહતના નાણાં આપી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...