• Gujarati News
  • માર્ચ 2015માં સુધી નર્મદાના સિંચાઇના નીર સિંચવા તંત્ર તત્પર

માર્ચ 2015માં સુધી નર્મદાના સિંચાઇના નીર સિંચવા તંત્ર તત્પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નિગમ સાથે સહિયારા પ્રયાસો માટે કલેક્ટરની હિમાયત

લાંબાસમયથી જેની વાટ જોવાઇ રહી છે અને તે અંગેની કામગીરી પણ નિયમિત ગતિઅે ચાલી રહી છે તે નર્મદા નહેર દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે આગામી માર્ચ 2015 સુધી સિંચાઇના નીર આવી પહોંચે તેવા અેંધાણ ઊભાં થયાં છે, તેને લગતી જિલ્લાસ્તરીય પ્રક્રિયામાં ટીમ કચ્છ તરીકે તમામ રીતે સંકલન સાધવાની હિમાયત કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી. નર્મદાના નીરને સમયસર વધાવવા પૂર્વે તેમણે તાજેતરમાં લીધેલી રિવ્યૂ બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાન વિસ્તારને સમયસર નર્મદાના સિંચાઇના પાણી મળી રહે માટે તત્પર છે તેવા મેસેજ સાથે ભુજમાં કલેક્ટર ઓફિસ ખાતે સમાહર્તા મહેન્દ્ર પટેલે રિવ્યૂ બેઠક લીધી હતી, તેમણે નર્મદા નિગમ સહિતની કામગીરીના લેખાંજોખાં લેતાં જણાવ્યું હતું કે, ટીમ કચ્‍છ તરીકે આપણે સૌએ સંકલીત પ્રયાસોકરવાની તાતી

...અનુસંધાનપાના નં. 6



જરૂરછે. માંડવી-મુન્દ્રા પ્રાંત તથા મામલતદારો, ટી.ડી.ઓ.ને સમયમર્યાદાને ધ્‍યાનમાં રાખી આનુષાંગિક કાર્યવાહીઓ ઝડપભેર આરોપવા સૂચનાઓ પાઠવી હતી.

તેમણે ખેડૂતોની વાજબીની રજૂઆતોએ જરૂર પડે ઉચ્‍ચકક્ષાએથી પણ માર્ગદર્શન મેળવવાની ખાતરી આપી હતી. નિગમના ડાયરેક્ટર એવા મુકેશ ઝવેરીએ જણાવ્યું હતું કે, કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર ખુદ નાના રણ અભયારણ્યમાં અવરોધ નિવારી વહેલી તકે મંજૂરી આપવા ઇચ્‍છુક છે. બેઠક અંતર્ગત નિગમના મુખ્ય ઇજનેર ડી.સી. ઠક્કરે જેસડા તેમજ મમાયમોરામાં કામો પૂરજોશમાં ચાલી રહ્યાં છે અને રાજ્ય કક્ષાએથી નિયમિત કામગીરીની સમીક્ષા થઇ રહી છે તેમ કહ્યું હતું. બેઠકમાં જિલ્‍લામાં સિંચાઇ હસ્‍તકના ડેમોમાં તથા સંભવિત અછતગ્રસ્‍ત તાલુકાઓમાં ડેમોમાં રહેલા પાણીના જથ્‍થા અંગે ચર્ચા કરાઇ હતી.



735 કરોડના કામો પૂર્ણતાના આરે

ઉપરાંતબેઠકમાં એમ પણ માહિતી અપાઇ હતી કે, જમીન સંપાદન અન્‍યવે ખેડૂતો દીઠ એવોર્ડ પણ થઇ ગયાનું અને બાકીની બાબતો તંત્ર સાથે ઝડપભેર કાર્યવાહીઓ પૂર્ણ થવાના એંધાણ છે. કચ્‍છ નહેરના ૧૮૮૫ કરોડના કુલ કામો પૈકી ૭૩૫ કરોડના કામો પૂર્ણતાને આરે છે અને ૧૧૫૦ કરોડના કામોમાં ગતિશીલતા માટે સૌના સૂચારુ સંકલનનો આગ્રહ સેવ્‍યો હતો.

{ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન માટે ખાતરી