• Gujarati News
  • મુન્દ્રા તા. પં.ના સભ્યનું ચેરમેન પદેથી રાજીનામું

મુન્દ્રા તા. પં.ના સભ્યનું ચેરમેન પદેથી રાજીનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકા પંચાયતમાં કોંગ્રેસને જાકારો આપી અલગ ચોકો રચ્યા બાદ સત્તાપક્ષ ભાજપના છાબડે બેઠેલા અને તેનો ટેકો મેળવી ચેરમેન પદ હસ્તગત કરનારા સભ્યે પક્ષની હુંસાતુંસીને કારણે પદ પરથી રાજીનામું આપતાં તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સત્તાવાર અહેવાલ મુજબ સતાપક્ષના રાજકીય હિત જાળવવાના આશયથી સંબંધિત અધિકારીઓએ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી, આંતરિક કલેહ સપાટીએ તરી આવ્યો છે.

તાલુકા પંચાયતની ચૂંટણીમાં સમાઘોઘા સીટ પરથી કોંગ્રેસ પ્રેરીત સભ્ય તરીકે ચૂંટાયેલા નટવરસિંહ જાડેજાએ બાદમાં કોંગ્રેસથી છૂટા પડી અલગ ચોકો રચ્યો હતો. 5 કોંગ્રેસી સભ્ય કોંગ્રેસથી વિખુટા પડી સત્તાપક્ષ ભાજપના ખોળે બેસી ગયા હતા, નટરવરસિંહ ભાજપનો ટેકો લઇ ચેરમેન પદે બિરાજમાન થયા, સમાઘોઘા ભાજપના કાર્યકરો રાજકીય કિન્નાખોરીભર્યું વલણ રાખી આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હોવાની લાગણી સાથે તેમણે ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના વાવડ વહેતા થયા છે. સંદર્ભે સ્વયં નટવરસિંહ જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે રાજીનામાની વાતને સમર્થન આપ્યુ હતું,ટીડીઓ દેસાઇએ હજી સુધી તેમને રાજીનામું મળ્યું હોવાનું જણાવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયાએ ગતિવિધિઓને સમર્થન આપતાં ઘીના ઠામમાં ઘી પડી જવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.