• Gujarati News
  • National
  • માંડવી મુન્દ્રામાં અડધો ઇંચ: અન્યત્ર ઝરમર ઝાપટાં

માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ: અન્યત્ર ઝરમર ઝાપટાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારથીકચ્છમાં શરૂ થયેલો શ્રાવણી સરવડિયાં રૂપી ઝરમર ઝાપટાંનો દોર સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. શુક્રવારે મા઼ડવી અને મુન્દ્રામાં અડધો ઇંચ તો અંજારમાં ભારે ઝાપટાં રૂપે વરસાદે હાજરી પુરાવી હતી. જયારે ભુજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

માંડવીમાં શુક્રવારે વહેલી સવારે ઝરમર બાદ બપોરના અરસામાં ભારે ઝાપટાં રૂપે મેઘસવારીએ મંડાણ કર્યા હતા. જોતજોતામાં માંડવીમાં 12 મિલીમિટર એટલે કે અડધો ઇંચ વરસાદ વરસતાં નગરના માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. માંડવી શહેર ઉપરાંત તાલુકાના ગઢશીસા સહિતના અન્ય ગામોમાં કયાંક ભારે તો કયાંક હળવા ઝાપટાં રૂપે વરસાદની હાજરી જોવા મળી હતી. મુન્દ્રામાં પણ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં હળવું ઝાપટું વરસ્યું હતું. તે બાદ પણ દિવસ દરમ્યાન ઝરમરિયા વરસ્યા હતા. સતાવાર રીતે 10 મીલિમીટર વરસાદ પડયો હતો. તો અંજારમાં પણ દિવસ દરમ્યાન અવાર નવાર ઝાપટાં વરસતાં રહેતા સતાવાર રીતે 8 મિલીમિટર પાણી પડયું હતું.

જિલ્લા મથક ભુજમાં પણ અવારનવાર ઝરમર વરસાદ વરસતા કયાંક માત્ર માર્ગ ભીંજાયા હતા તો કયાંક પાણી પણ વહી નિકળ્યા હતા. જોકે ભુજમાં સતાવાર રીતે વરસાદની નો઼ધ થઇ નહોતી. ગાંધીધામમાં પણ વાદળછાયા માહોલ વચ્ચે અવારનવાર ઝરમર વરસાદી ઝાપટાં વરસતા રહ્યા હતા. નખત્રાણા અને અબડાસામાં અનુક્રમે 2 અને 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

માંડવીમાં વહેલી સવારે પડ્યા છાંટા

અન્ય સમાચારો પણ છે...