તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રાના નગરજનોને છેલ્લા બે દિ’થી વીજ વિક્ષેપે બાનમાં લીધા

મુન્દ્રાના નગરજનોને છેલ્લા બે દિ’થી વીજ વિક્ષેપે બાનમાં લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસહ્યગરમી અને બફારા વચ્ચે છેલ્લા બે દિવસથી નગરમાં પરોઢીયે વીજપુરવઠો ખોરવાતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વહેલી સવારે બાળકોને તૈયાર કરી શાળામાં રવાના કરવાની તૈયારી કરતી ગૃહણીઓને પીજીવીસીએલના બેજવાબદાર વલણ થકી હાલાકી ભોગવવી પડતી હોવાની રાહ ચોમેરથી ઉઠી છે. રાબેતા મુજબ દર શનિવારે સર્વિસ લાઈનનું દુરસ્તીકરણ કર્યા બાદ પણ આકરા યુનીટ ચાર્જ વસુલતી વીજ વિતરક કંપની ગ્રાહકોની અપેક્ષા સંતોષવામાં ઉણી ઉતરતી હોવાનું સપાટીએ તરી આવ્યું છે. હવે જયારે વરસાદી સીઝન તદ્દન ઢૂકડી છે ત્યારે આગોતરી તૈયારી રૂપે પીજીવીસીએલ વીજ સબંધિત ક્ષતિઓ સુધારી લે જેથી કપરા સમયે સમસ્યાઓ સર્જાય નગરજનો તે લાગણી વ્યકત કરતા જોવા મળી રહ્યા છે.ઉપરોક્ત મુદ્દે ટેકનીશીયન સ્ટાફ ની ઘટ પણ સંતોષકારક સર્વિસ આપી શકવા માટે જવાબદાર હોવાનો મત પીજીવીસીએલ ના આંતરીક સૂત્રો દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...