તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તંત્ર હવે મોટા કાંડાગરાની અનેક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપે

તંત્ર હવે મોટા કાંડાગરાની અનેક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાકાંડાગરા ગામની વિવિધ સમસ્યાઓ હવે વહેલીતકે તંત્ર દ્વારા ઉકેલાય તેવી માગણી સત્તાધિશો સમક્ષ સ્થાનિક અગ્રણીએ કરી છે.

ગામના યુવા અગ્રણી નાનજી મીઠુ મહેશ્વરીએ તંત્રના આલા અધિકારીઓ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ ગામની આજુબાજુમાં બે-ત્રણ મોટી કંપનીઓ અાવેલી છે અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય ખુદ ગામના હોવા છતાં ગામને જોઇએ તેવો લાભ મળ્યો નથી. પહેલાં એસટીનો વ્યવસ્થિત વ્યવહાર જોવા મળતો હવે ગામમાં એકાદ-બે રડીખડી બસ આવે છે. માંડવી-ભુજ બસના રૂટને પણ ડાયવર્ટ કરી નખાયો છે. ટાટા પાવર કંપનીની ગાડીઓ અને નર્મદા કેનાલની ગાડીઓના રોજ પસાર થવાને લીધે હાઇવેને જોડતો ગામનો સીંગલપટ્ટી રસ્તો તદ્દન બિસમાર થઇ ગયો છે. છેલ્લા એક દાયકાથી પંચાયત દ્વારા ગામતળ મંજૂર કરાવાયું હોવાથી ગરીબ અને શ્રમજીવી વર્ગને રહેવાલાયક મકાન કે પ્લોટ નથી. પંચાયત દ્વારા મુકાયેલી ફાઇલ તાલુકા સ્તરે ધુળ ખાય છે. શિક્ષણ સુવિધાઓનો ઠેકાણાં નથી. ધો.9માં બે-ચાર છાત્રો પાસ થયા છે. શિક્ષકોની દાયકાઓથી બદલી નથી થઇ. પ્રાથમિક શાળાના બે શિક્ષકો તો ભણાવવાને બદલે રાજકીય કારકિર્દી બનાવવામાં પડ્યા છે. વગવાળાઓ બીપીએલ કાર્ડ બનાવરાવી લાભ લઇ જાય છે.

5 હજારની વસતી સામે કાયમી તબીબની સુવિધા નથી. કટોકટીમાં દર્દીઓએ માંડવી કે મુન્દ્રા સુધી લાંબા થવું પડે છે. એટીવીટી અને ધારાસભ્યની ગ્રાન્ટના કામોમાં રાજકીય ભેદભાવ રખાય છે. જો બધી સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો ગામલોકો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ગામના યુવા અગ્રણીએ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...