• Gujarati News
  • National
  • મેંદરડાની યુવતીનો મંગેતર સાથે ફોન પર વાત કર્યા બાદ ગળાફાંસો

મેંદરડાની યુવતીનો મંગેતર સાથે ફોન પર વાત કર્યા બાદ ગળાફાંસો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાંરહેતા પટેલ પરિવારની યુવતીએ પોતાના ભાવી ભરથાર સાથે ફોન પર વાત કર્યા બાદ રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં અરેરાટી પ્રસરી છે. પગલાથી પરિવાર સ્તબ્ધ બન્યો હતો.

મેંદરડાનાં કુરેશીનાકામાં રહેતા કાંતાબેન પાનસુરીયાનાં પતિ ચંદુભાઇનું 25 વર્ષ પહેલા અવસાન પામ્યા બાદ તેઓ પોતાની 6 દિકરીઓ સાથે રહેતા હોય જેમાં પાંચને સાસરે વળાવ્યા બાદ પુત્રી ભૂમિની પણ વડોદરા મુકામે સાગર પ્રકાશભાઇ લાખાણી સાથે ચાર મહિના પહેલા સગાઇ કરી હતી. ભાવી ભરથાર સાગર કુવૈતમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય દરરોજ બંને ફોનમાં વાતચીત કરતા રહેતા હોય ગત તા.26 નાં સાગરનો ફોન ભૂમિ પર આવતા બંને વચ્ચે લાંબી વાતચીત થયા બાદ ભૂમિએ પોતાનો મોબાઇલ માતાને આપી રૂમમાં જતી રહેલ. ત્યારબાદ ફરી સાગરનો ફોન કાંતાબેન પર આવેલ અને ભૂમિ મારો ફોન કેમ ઉપાડતી નથી અને તે કયાં છે એવું પુછતા તપાસ કરતા ભૂમિએ તેનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. આથી કાંતાબેને બાજુમાં રહેતા ભત્રીજાને બોલાવી બારીનો કાચ તોડી અંદર તપાસ કરતા ભૂમિને પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા હતપ્રભ બની ગયા હતા. પોલીસને બોલાવી તેના મૃતદેહને નીચે ઉતારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો.

વિધવા માતા શોકમાં ગરકાવ

ડિસેમ્બરમાંભૂમિનાં લગ્ન થવાના હતા પૂર્વે પુત્રીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં વિધવા જીવન ગુજારતા કાંતાબેન શોકમાં ગરકાવ બન્યા હતા. ભાવી ભરથાર સાથે મોબાઇલ પર વાતચીત કર્યા બાદ ભૂમિએ પગલુ ભરી લેતાં લોકોમાં પણ અનેક તર્ક-વિતર્કો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...