Home » Gujarat » Junagadh Jilla » Mendarda » મહારાષ્ટ્રની સંસ્થાએ મેંદરડા તાલુકાની મુલાકાત લીધી

મહારાષ્ટ્રની સંસ્થાએ મેંદરડા તાલુકાની મુલાકાત લીધી

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:00 AM

મેંદરડા તાલુકામાં ચાલતા પંચાયત તંત્રનાં વિવિધ કાર્યોની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્રની ગ્રામ્ય વિકાસ સંસ્થા...

  • મહારાષ્ટ્રની સંસ્થાએ મેંદરડા તાલુકાની મુલાકાત લીધી
    મેંદરડા તાલુકામાં ચાલતા પંચાયત તંત્રનાં વિવિધ કાર્યોની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્રની ગ્રામ્ય વિકાસ સંસ્થા દ્વારા તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ચાલતા પંચાયત તેમજ વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સરાહનીય તેમજ સફળ યોજનાઓ વીશે જાણી માહિતી એકત્ર કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ચાલતી રાજ્ય ગ્રામ્ય વિકાસ સંસ્થા દ્વારા મેંદરડા તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વીશે માહિતી એકત્ર કરી જાણકારી મેળવી હતી. આ તકે મહારાષ્ટ્રથી જોઇનીંગ સેક્રેટરી તેમજ રાજ્ય ગ્રામ્ય વિકાસ સંસ્થાનાં નિયામક અજય આવરેકર તથા પ્રોજેક્ટ ડે.ડાયરેક્ટર તેમજ 1 અંડર સેક્રેટરી,5 જિલ્લા પંચાયત મેમ્બર , 5 તા.પં.સદસ્યો , 5 સરપંચ , 5 બીડીઓ સહિતની ટીમ આવી હતી અને તાલુકામાં ચાલતી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી.આ તકે મેંદરડા તાલુકા વિકાસ અધિકારી બોરીચા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ