તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પુર્વ સંસદીય સચિવ એલ.ટી. રાજાણીને ફોન પર મળી ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુર્વ સંસદીય સચિવ એલ.ટી. રાજાણીને ફોન પર મળી ધમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડા પોલીસ મથકે ભાજપનાં આગેવાનો દોડી આવ્યાં

મેંદરડાનાંઝીંઝુડા રોડ પર આવેલ બીનખેતી સર્વે નં.113 પૈકીના પ્લોટ નં.52 કે જે પુર્વ સંસદીય સચિવ એલ.ટી. રાજાણીની માલિકીનો છે અને તેના પર જીયો મોબાઇલનો ટાવર ગેરકાયદે હોવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે રવિવારે રાત્રીનાં પુર્વ સંસદિય સચિવ એલ.ટી. રાજાણીને તેના મોબાઇલ પર પ્લોટ પરથી ટાવર કાઢી નાંખવા અને મારી નાંખવાની ધમકી મળી હતી. પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ એલ.ટી. રાજાણી તેમનાં ઘરે રાત્રે બેઠા હતાં સમયે 8 : 21 વાગ્યે તેમનાં મોબાઇલ પર દેવગઢનાં પ્રતાપ વાસુરનાં મોબાઇલ નં.9979798729 પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને એવી ધમકી આપી હતી. શ્રીનાથનગરમાં આવેલ તારા પ્લોટ પરનો ટાવર કાઢી નાંખજે નહીંતર તને જાનથી મારી નાંખીશ. આજે તું સવારે મેંદરડામાં પટેલ પાનમાં બેઠો હતો ત્યારે મારવો હતો પણ હું કહું છું એમ નહીં કરે તો તને મારી નાંખવો પડશે. ધમકી ભર્યો ફોન આવતાની સાથે એલ.ટી. રાજાએ ફરિયાદ નોંધાવી હતી અત્રે નોંધનીય છે કે, એલ.ટી. રાજાણીનાં પુત્ર વિનુભાઇને પણ નંબરપરથી ધમકી ભર્યો ફોન આવતા મેંદરડા ભાજપનાં આગેવાનો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતાં. પોલીસે ધમકી આપનાર શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો