Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Mendarda » ખડપીપળી ગામે પાંચ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય

ખડપીપળી ગામે પાંચ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:25 AM

મેંદરડાનાં ખડપીપળી ગામે રહેતા પરીવારનાં 5 વર્ષનાં માસુમ બાળક સાથે ગામનાં જ વિકૃત યુવાને સૃષ્ટી વિરૂદ્ધનુ કૃત્ય...

  • ખડપીપળી ગામે પાંચ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય
    મેંદરડાનાં ખડપીપળી ગામે રહેતા પરીવારનાં 5 વર્ષનાં માસુમ બાળક સાથે ગામનાં જ વિકૃત યુવાને સૃષ્ટી વિરૂદ્ધનુ કૃત્ય આચરવા શારિરીક અડપલા કરતા કઢંગી હાલતમાં ઝડપાઇ જતા માસુમનાં પરિવારે પોલીસને જાણ કરતા યુવાનને ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    મેંદરડાનાં ખડપીપળી ગામે રહેતા પરિવારનો 5 વર્ષનો માસુમ પુત્ર સવારે 11 વાગ્યાનાં અરસામાં ઘર પાસે આવેલ પોતાનાં ફઇની ઘરે રમતો હતો ત્યારે પાસે રહેતો રાજેશ ઉર્ફે હકો લખમણ સોલંકી નામનો વિકૃત શખ્સ બાળકને ઉપાડી જઇ ઘર પાછળ આવેલ ઝાડી-ઝાખરામાં લઇ ગયેલ અને માસુમ બાળકનું પેન્ટ કાઢેલ અને બાદમાં પોતાનું પેન્ટ કાઢી બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરવાનાં ઇરાદે શારીરિક અડપલા કરતો હતો જેનાંથી ડરી જઇ બાળક રાડો પાડવા લાગતા બાળકનાં કૌટૂંબીક કાકા સાંભળી જતા માસુમને છોડાવેલ અને હોસ્પિટલે લઇને આવતા ફરજ પરનાં તબીબ ડો.સિન્હાએ પ્રાથમિક તપાસ કરેલ જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે વિકૃત યુવાનને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending