તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાગલપુર ફીડરમાંથી રેગ્યુલર પુરતો વીજપુરવઠો આપો : ખેડુતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગલપુર ફીડરમાંથી રેગ્યુલર પુરતો વીજપુરવઠો આપો : ખેડુતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડાનાંદાત્રાણા ગામ તથા આસપાસનાં ગામોનાં ખેડુતોનાં ખેતરમાં આવતાં ખેતીવાડી ફીડર નાગલપુરમાં અવાર-નવાર ફોલ્ટ સર્જાતાં ખેડુતોને પિયતમાં મુશ્કેલી પડે છે. જેથી પુરતો વિજપુરવઠો રેગ્યુલર આપવા મુદ્દે ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવી વિરોધ બતાવ્યો હતો. મેંદરડા પંથકમાં ચાલુ સીઝનમાં વરસાદ ઓછો હોવાથી ખેડુતોએ મગફળીનાં ઉભા પાકમાં પિયત કરવા માટે ઇલે.મોટર દ્વારા પાણી ખેંચવું પડે છે. જેમાં નાગલપુર ફીડર નીચે આવતાં દાત્રાણાં, ખીમપાદર, ગોધમપુર સહિતનાં ગામોનાં ખેડુતોને ફીડરમાં વારંવાર ફોલ્ટ આવતાં અવાર-નવાર ખેતીવાડીનો વીજપુરવઠો કટકે - કટકે આવે છે. જેને પગલે ખેડુતો પિયત કરી શકતા નથી પરીણામે પાણી વગર ખેતરમાં ઉભો મગફળીનો પાક સુકાતો જાય છે. ત્યારે ફોલ્ટ તાત્કાલીક રીપેર કરીને ખેડુતોની સમસ્યા હલ કરવા તેમજ વીજપુરવઠો નિયમીત અને પુરતો આપવા મુદ્દે ગ્રામજનોએ મેંદરડા પીજીવીસીએલ કચેરીએ આવીને નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યકત કર્યો હતો.

ખેડુતોએ આવેદનપત્રમાં રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ખેડુતો જયારે ફોલ્ટ લખાવવા કચેરીએ ફોન કરે તો કોઇ ફોન ઉપાડતું નથી અને રીસીવર સાઇડમાં મુકી દે છે અને જો ફોલ્ટ રીપેર કરવા આવે તો વહેલી સવારે 4 વાગ્યે આવે છે અને ખેડુતોને પરેશાન કરવામાં આવે છે. તસવીર- પ્રવિણ ભટ્ટ

ફોલ્ટ રીપેર કરવા હેલ્પર આ‌વતા નથી

મેંદરડામાં વીજ કચેરીને અપાયું આવેદન પત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો