તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડ બનાવવા મામલે માર મારતાં પોલીસ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ પાસે 7 વર્ષ પૂર્વે વાત્રક નહેરમાંથી પાણી લઇ જવા મુદ્દે ધારિયાના ઘા ઝીંકી દીધા હતા

ખેડૂતના હત્યારાને આજીવન કેદ, એક હજાર દંડ

મેઘરજનાઢેકવા ગામે ખેતરના છેડ ઉપર આર.સી.સી. રોડ બનતો હોઇ ખેતરના માલિકે મજુરોને સરપંચ ક્યાં છે તેવું પૂછતાં ખેતર માલિક ઉપર પરિવારજનોએ હુમલો કરી માર મારતાં ત્રણ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

સોમા રૂપસી કટારા મંગળવારે સવારે નવ વાગ્યાના અરસામાં તેનાજ ખેતરના છેડે આર.સી.સી. રોડનું કામકાજ ચાલતું હોઇ અને ખેતરના છેડે આર.સી.સી. રોડ બનતો હોવાથી તેણે અગાઉ સરપંચને પોતાની જમીનનો ખુલાસો કર્યા પછી બનાવવા કહ્યું હતું. જેથી સોમાભાઇએ રોડ બનાવતાં મજુરોને પૂછ્યું હતું કે, સરપંચ આજે અહીં આવવાના છે કે કેમ તેમ પૂછાતા તેવામાં સોમાભાઇના કાકા ઉદા ખુમા કટારા આવી સોમાભાઇને ગાળો બોલીને કુહાડીની મદર મારી હતી. તેવામાં નટુ ઉદા અને કીશમા બેન નટુ બંન્ને આવીને સોમાભાઇને પકડીને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતાં નજીકમાંથી માણસો આવી જતાં સોમાભાઇને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જતાં જતાં સોમાભાઇને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...