તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરજ પોલીસ સ્ટેશન પર હુમલા પ્રકરણમાં વધુ 4 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજમાંમાસ અગાઉ યુવતી ભગાડી જવાના મામલે પોલીસ સ્ટેશનમાં હુમલો કરી મિલકતોને નુકશાન પહોંચાડાતાં ટોળા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી હુમલા પ્રકરણમાં નાસતા-ફરતા વધુ ચાર આરોપીઓને સોમવારે જિલ્લા એસ.ઓ.જી.પી.ડી. દરજીની ટીમે મેઘરજ બસ સ્ટેશનમાંથી ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

મેઘરજમાં મહિના અગાઉ યુવતીના મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હુમલો કરી સરકારી પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરાતાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જેમાં ગંભીર પ્રકારના ગુનામાં જિલ્લા એસ.ઓ.જી. ની ટીમે અગાઉ મોડાસામાંથી બે જુદા-જુદા કિસ્સામાં સાત જેટલા આરોપીઓને ઝડપી પાડી મેઘરજ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા હતા. ગુનામાં હજીપણ આરોપીઓ ભાગતા -ફરતા હોવાથી બાતમીદારોને કામે લગાડ્યા હતા. પેરોફર્લો સ્કવોર્ડના ઇન્ચાર્જ વણઝારાના માર્ગદર્શન હેઠળ સોમવારે મેઘરજ બસસ્ટેશન પાસેથી 12:30 કલાકે રહિમભાઇ યાકુબભાઇ ખેસડા, બાબુભાઇ ઇશાકભાઇ પટેલ, રજાકભાઇ દાઉદભાઇ બાકરોલીયા, ફિરોજભાઇ દાઉદભાઇ કુશ્કીવાલા ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...