• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Meghraj
  • ગણેશ વિસર્જનના દર્શને આવેલા વૃધ્ધાને ગાયે હડફેટે લેતા હોસ્પિટલ ખસેડાયા

ગણેશ વિસર્જનના દર્શને આવેલા વૃધ્ધાને ગાયે હડફેટે લેતા હોસ્પિટલ ખસેડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનગરમાં ગુરૂવારના રોજ નગરના કલ્યાણ ચોકમાં વિસર્જન યાત્રા જોવા આવેલા 60 વર્ષિય વૃધ્ધાને વિફરેલી ગાયે અડફેટે લેતાં ઘવાયેલા વૃધ્ધને ઇમરજન્સી વાન 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.

ભગવાન ગણેશજીની વિદાય કરાતી મૂર્તિના દર્શનાર્થે 60 વર્ષિય રેવાબેન ખેંમાભાઇ ચમાર (મૂળ. રહે.જાલોદર, હાલ રહે. ઋષિકેશ સોસાયટી) માલપુર રોડ ઉપરના કલ્યાણ ચોક ખાતે આવી ઉભા હતા.ત્યારે એક ગાય અચાનક વિફરી હતી અને વૃધ્ધાને અડફેટે લેતાં મહીલાને ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલ વૃધ્ધાને તાબડતોડ ઇમરજન્સી સેવા 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યારે મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં રહેતા 47 વર્ષિય ભરતભાઇ ત્રિવેદી ગત મંગળવારે બાઇક પર મેઘરજ ચોકડી પાસેથી પસાર થઇ રહયા હતા. ત્યારે ઢોરે અડફેટે લેતાં બાઇક ચાલક માર્ગ ઉપર પટકાયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલ ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવાની ફરજ પડતાં નગરજનોમાં ભય સાથે રોષ ફેલાયો હતો.

ઘવાયેલા વૃધ્ધાને સારવારમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...