કલર કામ કરવા કેમ ગયો હતો યુવકને માર્યો

DivyaBhaskar News Network

Apr 15, 2018, 04:40 AM IST
કલર કામ કરવા કેમ ગયો હતો યુવકને માર્યો
મેઘરજ| મેઘરજના લીમ્બોદ્રા ગામે સોમા લક્ષ્મણ ખાંટ તેના કુટુંબીભાઇ હજુર લક્ષ્મણના ઘરેથી કલર કામ કરી ઘરે આવતો હતો. ત્યારે સોમાના ઘર નજીક રસ્તામાં તેનો પડોશી રત્ના વાલમ તથા લક્ષ્મણ અને ભાથી મળતાં સોમાને રસ્તામાં ઉભો રાખીનેે કહેવા લાગ્યા કે, તું મારા ભાઇ હજુરના ઘરે કેમ કલર કામ કરવા ગયો હતો. તેમ કહી ત્રણેએ એકદમ ઉશ્કેરાઇ જઇને સોમાને માર મારવા લાગ્યા હતા. જતાં જતાં સોમાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ગયા હતાં. એક કલાક પછી ત્રણેય આરોપીઓનું ઉપરાણું લઇ લાકડીઓ લઇને સોમાભાઇના ઘેર આવી માર મારવા લાગ્યા હતા.

X
કલર કામ કરવા કેમ ગયો હતો યુવકને માર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી