સીસોદરાના આશ્રમે કરંટથી મોરનું મોત

મોડાસા | મેઘરજના સીસોદરા(મે)ગામે દિવ્ય જ્યોતી સેવાશ્રમ નજીક બુધવારના રોજ સાંજના અરસામાં ખેતીવાડીના વીજ લાઈનના...

DivyaBhaskar News Network | Updated - May 25, 2018, 04:30 AM
સીસોદરાના આશ્રમે કરંટથી મોરનું મોત
મોડાસા | મેઘરજના સીસોદરા(મે)ગામે દિવ્ય જ્યોતી સેવાશ્રમ નજીક બુધવારના રોજ સાંજના અરસામાં ખેતીવાડીના વીજ લાઈનના જીવંત વીજતાર ઉપર બેસેલ મોર તાર ઉપરથી ઉડવા જતાં તારમાં અચાનક શોર્ટસર્કિટ થતાં મોરને વીજ કરંટ લાગ્યો હતો. મોરને કરંટ લાગ્યાની જાણ આશ્રમવાસીઓને થતા મોરને પાણી છાંટી બચાવવાની પ્રાથમિક સારવાર પણ આપી હતી પણ કરંટનો પ્રવાહ વધુ હોવાથી મોરનુ ઘટના સ્થળેજ મોત નીપજ્યુ હતુ. મોરના મોત અંગેની જાણ ઈપલોડા પંચાયતના ડે.સરપંચ બી.આર.વાળંદને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોરના મોત અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગના વનપાલ પી.એલ.ડામોર અને વનકર્મીઓ સહીતનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને મૃતક મોરની તપાસ કરી પંચોની રૂબરુમાં પંચનામુ કરી મોરના મૃતદેહને કબ્જે લીધો હતો

X
સીસોદરાના આશ્રમે કરંટથી મોરનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App