Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » મોડાસામાં સોસાયટીના બંધ મકાનમાં 60 હજારની ચોરી

મોડાસામાં સોસાયટીના બંધ મકાનમાં 60 હજારની ચોરી

Divyabhaskar.com | Updated - May 02, 2018, 04:10 AM

મોડાસા | મેઘરજ રોડ પર આવેલી ઉત્સવવેલી સોસાયટીમાં રહેતાં ભાવેશભાઇ પ્રજાપતી મંગળવારે સવારે સામાજીક કામકાજ અર્થે...

  • મોડાસામાં સોસાયટીના બંધ મકાનમાં 60 હજારની ચોરી
    મોડાસા | મેઘરજ રોડ પર આવેલી ઉત્સવવેલી સોસાયટીમાં રહેતાં ભાવેશભાઇ પ્રજાપતી મંગળવારે સવારે સામાજીક કામકાજ અર્થે પોતાન વતન રીંટોડા ગયાં હતાં. મકાનને તાળું મારી આ પ્રજાપતિ પરિવાર બહારગામ ગયો હતો. તે દરમિયાન અજાણી તસ્કર ટોળકીએ દિવસના સમયગાળામાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલી તિજોરી તોડી તેમાંથી રોકડ રૂ.36 હજાર તેમજ સોનાનો દોરો, બુટ્ટી અને પેંડલ મળી કુલ રૂ. 60 હજારની મત્તાની તસ્કરી કરી તસ્કર ટોળકી પલાયન થઇ ગઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending