તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરણપુર નજીક બાઇકની ટક્કરે રાહદારીને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજતાલુકાના કરણપુર નજીક રાજસ્થાન ઉન્ડવા રોડેથી આવી રહેલા 2 બાઇક સવારોએ રોડ ક્રોસ કરતાં રાહદારીને અડફેટમાં લેતાં 3 શખ્શોને ઇજાઓ પહોંચી હતી.

રાજસ્થાન ઉન્ડવા રોડેથી આવી રહેલા ભગોરા લક્ષ્મણ મરતા અને ભગોરા કિર્તિ થાવરા રહે. રાજગોળ , તા.મેઘરજ બંને ઇસમો બાઇક લઇ રાજસ્થાનથી ઉન્ડવા રોડે આવી રહયા હતા. તે અરસામાં મેઘરજના કરણપુર નજીક રસ્તો ઓળગંવા જતાં જગાભાઇ આલમભાઇ કોટવાળ રહે. મેવડા,તા.માલપુરને અડફેટમાં લેતાં રાહદારી જગાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ગાલના ભાગે પડી જવાથી ચીરાઇ ગયા હતા. તેમજ ટક્કરથી બાઇક નીચે પડી જતાં બાઇક સવાર બંને ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આમ ત્રણે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે મેઘરજ સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાહદારી જગાભાઇ આલમભાઇ કોટવાળને વધુ ઇજાઓ પહોંચવાથી મોડાસા સિવિલમાં ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો