Divya Bhaskar

Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » અજુહીરોલા રોડ પરથી જીપમાંથી રૂ.1.51 લાખનો વિદેશી દારૂ ઝબ્બે

અજુહીરોલા રોડ પરથી જીપમાંથી રૂ.1.51 લાખનો વિદેશી દારૂ ઝબ્બે

Divyabhaskar.com | Updated - Apr 21, 2018, 02:50 AM

રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લવાતો હોવાની બાતમીના આધારે પોલીસે અજુહીરોલા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન...

  • અજુહીરોલા રોડ પરથી જીપમાંથી રૂ.1.51 લાખનો વિદેશી દારૂ ઝબ્બે
    રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લવાતો હોવાની બાતમીના આધારે પોલીસે અજુહીરોલા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી જીપ આવતાં પોલીસે પોતાની ગાડી આડી કરતાં ચાલક જીપ મુકી ફરાર થઇ ગયો હતો. તપાસ કરતાં જીપમાંથી 1.51 લાખનો દારૂ મળી આવ્યો હતો.

    મેઘરજ પોલીસને ગુરુવાર રાત્રે એક સફેદ કલરની મેક્ષ જીપમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી અજુહીરોલા તરફ આવનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચમાં ગોઠવી હતી. પોલીસને જોઈ ચાલક અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યો હતો. જીપમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1956 બોટલ રૂ.1.54.800 તેમજ મહીન્દ્રા મેક્ષ જીપ (G.J.21.8954) મળી રૂ.2,54,800નો મુદ્દામાલ ઝડપી પાડી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending