Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj » મેઘરજમાં ટાયર ફાટતાં રિક્ષા પલટી જતાં એકનું મોત

મેઘરજમાં ટાયર ફાટતાં રિક્ષા પલટી જતાં એકનું મોત

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:30 AM

રાજસ્થાન સીમલવાડા તાલુકાના ભચડીયા ગામના અરજણભાઈ ડામોર બુધવારના રોજ સવારે મોટી ભુવાલથી રિક્ષામાં બેસી ઘરે જતા...

  • મેઘરજમાં ટાયર ફાટતાં રિક્ષા પલટી જતાં એકનું મોત
    રાજસ્થાન સીમલવાડા તાલુકાના ભચડીયા ગામના અરજણભાઈ ડામોર બુધવારના રોજ સવારે મોટી ભુવાલથી રિક્ષામાં બેસી ઘરે જતા હતા. તે અરસામાં ડામોર ઢુંઢા પાસે અચાનક ચાલુ રિક્ષાના આગળનુ ટાયર ફાટતા રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા રોડ સાઇડમાં પલ્ટી મારતાં અરજણભાઇ ડામોર (રહે.ભચડીયા)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતું.

    આ અકસ્માત અંગે મૃતકના દિકરા બાબુ અરજણ ડામોરેએ રિક્ષા (નં.GJ 9 AV 6082)ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા મેઘરજ પોલીસે રિક્ષાના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ