તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ ખસેડાયા, ચાલક ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટનાની વિગત મુજબ, મોડાસાના મેઘરજ રોડ પરથી મંગળવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં કાર્તિકેય સોસાયટીમાં રહેતા ભોગીલાલ દરજી પોતાના પૌત્ર સાથે ચાલતા માટે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલી કાર (નં.જીજે 1 અેઆર 4624)એ વૃદ્ધ અને યુવકને અડફેટે લીધા હતા. જેમાં યુવક રસ્તાની બાજુમાં ફંગોડાઈ ગયો હતો.

જ્યારે ભોગીલાલ કારમાં ફસાઈ ગયા હતા. 70 વર્સીય વૃદ્ધ કારમાં ફસાયેલા હોવા છતાં કાર ચાલક તેઓને 1 કિ.મિ.સુધી ઘસડી ગયો હતો.બાદમાં આકાર હાલમાં નિર્માણ પામી રહેલા બાયપાસ રોડ પાસે સ્વામિનારાયણ મંદીર પાસે પલ્ટી મારી જતાં કારમાં ફસાયેલા વૃદ્ધ માંડ-માંડ બહાર નિકળ્યા હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભોગીલાલ દરજીને પ્રાથમિક સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ સ્થિતિ વધુ ગંભીર જણાતાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. ઘટના બાદ કાર ચાલક કાર મુકી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસને ઘટનાની જાણ કરાતા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...