બહુચરાજીમાં સાડા 4 ઇંચ,ખેડબ્રહ્મામાં પોણા 3 ઇંચ પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરગુજરાતમાં પણ મેઘસવારી આવી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સૌથી વધુ સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિજાપુરમાં 14 મીમી, વડનગરમાં 10, મહેસાણામાંં 5, કડીમાં 4 અને જોટાણામાં 2 મીમી વરસાદ પડ્યો હતો.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં એક કલાકમાં પોણા 3 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. વડાલીમાં 35 મીમી, પ્રાંતિજમાં 20, પોશીનામાં 15 અને ઇડરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા ના આગિયામાં વીજળી પડતાં ગામમાં ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયાં હતાં.અરવલ્લી જિલ્લાના માલપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે મોડાસામાં 6 મીમી, મેઘરજમાં 6, ભિલોડામાં 10 અને બાયડમાં 4 મીમી નોંધાયો હતો.સરસ્વતી તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે પાટણમાં 7 અને ચાણસ્મામાં 4 મીમી નોંધાયો હતો. સરસ્વતી તાલુકાના લોધી ગામમાં વીજળી પડવાથી 2 પશુઓ મોતને ભેટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...