ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Himmatnagar Jilla » Meghraj» મેઘરજમાં દારૂ સાથે ઝડપાયેલા શખસોએ પોલીસકર્મી પર છુટ્ટી લાકડીથી હુમલો કર્યો

    મેઘરજમાં દારૂ સાથે ઝડપાયેલા શખસોએ પોલીસકર્મી પર છુટ્ટી લાકડીથી હુમલો કર્યો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 25, 2018, 02:20 AM IST

    બે શખસોને પોલીસે દારૂ જતાં પકડતાં સાગરીતોને બોલાવી હુમલો કર્યો ભાગી છુટેલા આરોપીઓનો પીછો કરતાં 31 હજારના...
    • મેઘરજમાં દારૂ સાથે ઝડપાયેલા શખસોએ પોલીસકર્મી પર છુટ્ટી લાકડીથી હુમલો કર્યો
      મેઘરજમાં દારૂ સાથે ઝડપાયેલા શખસોએ પોલીસકર્મી પર છુટ્ટી લાકડીથી હુમલો કર્યો
      મેઘરજમાં પોલીસે વાહન ચેકીંગ કરતી વખતે દારૂ સાથે એક્ટીવા લઇને નીકળતાં બે શખસોને પોલીસે રોકી દારૂ સહિત એક શખસની અટકાયત કરતાં અન્ય એક બુટલેગર ભાગી છુટ્યો હતો. ભાગી છુટેલા શખસે અન્ય સાગરીતોને બોલાવી એક પોલીસકર્મી પર લાકડી વડે હુમલો કરી દારૂ અને એક્ટિવા લઇ ભાગી ગયા હતા. જે બાદ બે અન્ય પોલીસની મદદથી પીછો કરી એક શખસને દારૂ અને એક્ટિવા સાથે ઝડપી 32 હજારનો મુદામાલ જપ્ત કરી ફરાર ચાર આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી.

      મેઘરજ પોલીસના બે કર્મી ભાવેશ જેસીગભાઇ અને કુલદિપસિંહ કનુસિંહ સોમવારે લીંબોદરામાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન સોમવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં એક્ટીવા પર બે શખસો દારૂ લઇને પસાર થતાં પોલીસે ઉભો રાખવાનો ઇશારો કરતા બંને ભાગવા લાગ્યો હતો. જેમનો પીછો કરી લીંબોદરા ડેરી નજીક બંને શખસોને ઝડપી પાડ્યા હતા. જે બાદ ચાલક મુકેશ એક્ટીવા મુકી ભાગી ગયો હતો.

      પોલીસે થેલામાં જોતા બિયર અને દેશી દારૂના ક્વાટરીયા ભરેલો જણાતા અન્ય એક પોલીસકર્મી પંચોને બોલાવવા ગયા હતા. ત્યારબાદ ભાગેલ મુકેશે તેના સાગરીતોને ફોન કરી બોલાવતા ગાડીમાં આવેલા પાંચ શખસોમાંથી રમેશ ડામોરે પોલીસકર્મીને છુટ્ટી લાકડી મારતા ઈજા પહોંચી હતી અને બીજી બાજુ અન્ય શખસોએ લાકડીઓથી પોલીસકર્મીને મારવા પાછળ પડ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Himmatnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મેઘરજમાં દારૂ સાથે ઝડપાયેલા શખસોએ પોલીસકર્મી પર છુટ્ટી લાકડીથી હુમલો કર્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top