સારવાર મળે તે પહેલાં મોત : અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઇ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજનાઅજુ હિરોલા (બાંઠીવાડા)ના બે યુવાનો રવિવારે મોડાસાના કોકાપુર ખાતે મામાના ઘરે આવ્યા હતા. સાંજના સમયે ઘરે પરત ફરતા વણીયાદ રોડ ઉપર આવેલા મોરા ગામની સીમમાંથી મોટરસાયકલ ધડાકા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસ.ટી.બસના મુસાફરોની નજર સામે બંને યુવાનો તરફડીયા મારીને ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. બસનો ચાલક ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

મેઘરજના અજુહિરોલા (બાંઠીવાડા)ના બે દલિત યુવાનો રવિવારે મોડાસાના કોકાપુર ગામે સામાજિક કામકાજ અંગે મામાના ઘરે આવ્યા હતા. ત્યાંથી કામકાજ પતાવીને બંને પિતરાઇ ભાઇઓ મોડાસા ખાતે આવ્યા હતા અને મોડાસાથી બંને મોટરસાયકલ (નં.જીજે-9 એ.એલ.-892)લઇને પરત ફર્યા હતા. ત્યારે મોરાની સીમ પાસે સામેથી દોડી આવતી અમદાવાદ વાયા મોડાસા છીટાદરા રૂટની એસ.ટી.બસ (નં. જીજે-18, વાય-7633) સાથે ટકરાતાં બંને યુવાનોના શરીરે અને માથના ભાગે ગંભીર ઇજા થતાં બંને યુવાનો દૂર ફંગોળાતા ઘટના સ્થળે બંને યુવાનોના મોત નિપજ્યા હતા. એસ.ટી.બસનો ચાલક ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...