• Gujarati News
  • નિર્વાણ દિને સંતો, ભકતોની હાજરીમાં રામભાવ ભજનની રમઝટ સવાર સુધી ચાલી

નિર્વાણ દિને સંતો, ભકતોની હાજરીમાં રામભાવ ભજનની રમઝટ સવાર સુધી ચાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિર્વાણ દિને સંતો, ભકતોની હાજરીમાં રામભાવ ભજનની રમઝટ સવાર સુધી ચાલી

ભાસ્કરન્યૂઝ. માંડવી

સૂરસમ્રાટ નારાયણનંદ સ્વામીની 14મી નિર્વાણતિથિએ માંડવીના ચપલેશ્વર મંદિરે સમાધી પુજન, મહાપ્રસાદ અને રાત્રિના રામભાવ સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. ભજન સમ્રાટની સમાધી સ્થળે બુધવારે સવારે ચપલેશ્વર મહાદેવ મંદિર જાગીર ટ્રસ્ટના મહંત શ્યામ ભારથી બાપુ દ્વારા પુજન મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર અને ગૌ શાળા બાબતે વિગતવાર ચર્ચા કરાયા બાદ ધાર્મિકસ્થળને વિકાસવા અને બીચ ખાતે આવતા પ્રવાસી બાપુની સમાધી અને ટ્રસ્ટના વિકાસગાથા અન્ય રાજ્યમાં ફેલાવે તેવા સુચન ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં હિતેશદાન ગઢવી, હરેશદાન ગઢવી હાજર રહ્યા હતા. રાત્રિના મંદિરના પ્રાંગણમાં સમરથસિંહ સોઢા, કલાકારોએ રમઝટ બોલાવી હતી.

નારાયણ સ્વામીની સમાધિ પૂજન કરતા મહંત શ્યામભારથી બાપુ.

માંડવીમાં ભજન સમ્રાટ નારાયણ

બાપુની સમાધિનું પૂજનકરાયું