તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિરવામાં જૂથ અથડામણમાં 6 શખ્સોની ધરપકડ કરાઇ

શિરવામાં જૂથ અથડામણમાં 6 શખ્સોની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના શિરવા ગામે ગુરૂવારે રાતે બે કોમો વચ્ચે બોલાચાલી બાદ ધારીયા, લાકડી, પાઇથ જેવા હથિયારો વડે સામસામે મારામારી થતાં બનાવમાં એક શખ્સને માથામાં ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો અને બન્ને પક્ષે પોલીસમાં ફરીયાદ નોંધાતાં પોલીસે 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને મામલો વધારે ઉગ્ર સ્વરૂપ લે તે માટે કવાયત હાથ ધરી છે. શિરવા ગામના દેવીપૂજક વિસ્તારમાં મુસ્લિમ અને દેવીપૂજક કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો તંગ બનતાં તેમાં વચ્ચે પડેલા કરસન વીરમ ગઢવી (કાઠડા)ને માથામાં ધારીયાનો ઘા વાગતાં લોહિલૂહાણ થઇ ગયો હતો અને તેને માથાના ભાગે 8 ટાંકા આવ્યા હતા.

યુવાનને ઇજા કરનારા આરોપી ગુલામ શીરૂ, અલી રિક્ષાવાળો, ગુલામ દુકાનવાળો તથા બે અજાણ્યા બે ઇસમો સામે ઇજાગ્રસ્તે ફરીયાદ નોંધાવી હતી, તો સામે પક્ષે ફરીયાદી જુસબ ઉમર શીરૂએ તેની ફરીયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ દેવીપૂજક વાસમાં બોલાવી ગેરકાયદે મંડળી રચી હાર્દિક મહેશ ભાનુશાલી, જાલીયા નારાણભાઇ પૂજક, દિનેશ ખોડીયા પૂજક, હાર્દિક ભરતભાઇ, મોહન રામજી પૂજક, વેલજી અબજી પૂજક, મંગલ ફલુજી પૂજક, કરસન વીરમ ગઢવી સહિત તમામ આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી 6 શખ્સોની ધરપકડ કરી હોવાનું પીએસઓ નારાણભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...