તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાં અવનવાં ચૂંટણીમંદિરો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી સાહેબ અને રાહુલજી વચ્ચે મંદિરોમાં દર્શનો કરવાની જાણે હરીફાઈ ચાલી છે! જોકે મોટાં મોટાં મંદિરો સિવાય પણ એવાં ‘પવિત્રધામો’ છે જ્યાં નેતાઓએ અચૂક માથાં ટેકવવાં પડે છે! જુઓ લિસ્ટ...

***

પક્ષકુળદેવીનાં મંદિરો

અમેએમ નથી કહેતા કે કોંગ્રેસનાં કુળદેવી સોનિયાજી છે અને ભાજપના કુળદેવતા સંઘ છે, પરંતુ ચૂંટણી પહેલાં જે પક્ષ કાર્યાલયોમાંથી ટિકિટ મળે છે તેનો મહિનામા મંદિરોથી કંઇ ઓછો છેω?

***

અનામતનાંચાર ધામ

ખોડલધામકે સતાધારની વાત નથી, ચૂંટણીમાં જે ચાર મુખ્ય ધામ છે તેનાં આશીર્વાદ અનિવાર્ય છે. ચાર ધામ છે... SC, ST, OBC અને પાટીદાર!

***

જ્ઞાતિમાતાની દેરીઓ

ઉપરનાંમુખ્ય જ્ઞાતિધામો સિવાય પણ અનેક જ્ઞાતિ, પેટા જ્ઞાતિની દેરીઓ, જે કંઇ રસ્તામાં નથી પડી, ત્યાં જઇ જઇને એમના મહંત-પૂજારીઓને ‘ચઢાવો’ ધરવો પડે છે.

***

પ્રજાદર્શનની જાતરાઓ

જુદાજુદા સંઘો પોતપોતાની ધજાઓ સાથે યાત્રાઓ કાઢે છે. આમાં ત્રણ પ્રકાર છે. (1) પદયાત્રા... જ્યાં ઘેર ઘેર જઇને હાથ જોડવા પડે છે. (2) રથયાત્રા... જેમાં કારો-ટ્રકોનો કાફલો લઇને રોડ-શો કરવાનો હોય છે. (3) શોભાયાત્રા.... જેમાં ‘મહાન ભક્તો’તેમના પોતપોતાના ‘પેટાભક્તો’ તથા પ્રજાને દર્શન આપવા મહેલોમાંથી બહાર નીકળે છે!

***

મત-ધામોમાંભાષણ ધૂન

મતધામોચાર જાતનાં છે (1) આદિવાસી મતધામો (2) લઘુમતી મતધામો (3) શહેરી મતધામો અને (4) જ્ઞાતિવાદી મતધામો. અહીં લાખો ભગતડાંઓને ભેગાં કરી કરીને અવિરત ભાષણધૂનો જગાવવી પડે છે.

***

મત-પૂનમનામેળા

ખુરશીમૈયાત્યારે રીઝે જ્યારે ‘મતવાળા’ ‘મતવાલા’ થઇને મત આપે! માટે જ્યાં જ્યાં મેળા જેવી ભીડ થતી હોય તેવા લગ્ન, ધાર્મિક, કે જ્ઞાતિ સમારંભોના મેળામાં જઇને ‘હાટડી’ માંડવી પડે છે!

***

બાટલીમૈયાની માનતા

લગભગદરેક ખુરશીભક્ત વિધિ કરાવે છે. જોકે ચૂંટણીપંચ નામના અશ્રદ્ધાળુઓ તેમાં વિધ્ન નાંખે છે.

***

અંતિમમુક્તિધામ

એકછે... મતપેટી! ખુરશીમૈયાનો આખરી ‘બુલાવો’ ત્યાંથી આવે છે.

{મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...