Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mandavi » માંડવીમાં ગૌશાળાના કાર્યક્રમમાં રાજ્યપાલ કોહલી હાજરી આપશે

માંડવીમાં ગૌશાળાના કાર્યક્રમમાં રાજ્યપાલ કોહલી હાજરી આપશે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:10 AM

માંડવીમાં પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા તા. 11/3ના યોજાનારા કામધેનુ સંકુલના લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી...

  • માંડવીમાં ગૌશાળાના કાર્યક્રમમાં રાજ્યપાલ કોહલી હાજરી આપશે
    માંડવીમાં પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા તા. 11/3ના યોજાનારા કામધેનુ સંકુલના લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી અધ્યક્ષ સ્થાને હાજરી આપશે.

    નાગલપર રોડ પર 7 એકરમાં પથરાયેલા પાંજરાપોળમાં 1100 જેટલા પશુધનનો નિભાવ કરાય છે અને પોલડિયા ખાતે 1000 મળી કુલ 2100 જેટલા અબોલ જીવોની સેવા કરાય છે જેના માટે દૈનિક 50 હજાર જેટલો ખર્ચ થાય છે.

    ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ દાતાઅોના સહયોગથી શીતલ પાર્ટી પ્લોટમાં નિર્મિત કામધેનુ સંકુલનો લોકાર્પણ સમારોહ તા. 11/3ના રવિવારે યોજાશે જેમાં રાજ્યપાલ ઉપરાંત રાજ્યમંત્રી વાસણભાઇ અાહિર, સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદ છેડા, કિરીટસિંહ રાણા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

    પાર્ટી પ્લોટના દાતા ખીમજી હરિયા, એસી હોલના દાતા નવલબેન ખીમજી, કામધેનુ હોલના સહયોગી નંદકુંવરબા બારડ, રસોઇ ઘર માટે લીલાવંતીબેન મડિયાર, સ્મૃતિકક્ષ માટે જીતુભા જાડેજાનો આર્થિક સહયોગ સાંપડ્યો છે. જે દાતાઅોનું સન્માન કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending