તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં પ્રવેશવામાં અડચણરૂપ ગઢની દીવાલ તોડવાના હુકમનો અમલ થતો નથી

માંડવીમાં પ્રવેશવામાં અડચણરૂપ ગઢની દીવાલ તોડવાના હુકમનો અમલ થતો નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીશહેરની અંદર પ્રવેશવામાં ગઢની દીવાલ અડચણરૂપે છે, જે તોડી પાડવા હાઇકોર્ટનો હુકમ હોવા છતાં સુધરાઇ દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી, જેથી પાલિકાની નિયત પર અટકળોએ જોર પકડ્યું છે.

નગરપાલિકાને સરકાર દ્વારા 1984ની 24મી નવેમ્બરે ગઢની જમીન સુપરત કરાઇ છે, જેમાં એવી શરત રખાઇ હતી કે, ગઢની દીવાલ તોડવી અને ખુલ્લી જમીન સ્ટેટ હાઇવેને સોંપવી. 2001ની 22મી જૂનના ગઢની દીવાલ તોડી પાડવા હુકમ થયો હતો. જે હુકમ થયાની 16 વર્ષ જેટલો સમય થઇ ગયો છે, પરંતુ આજ દિવસ સુધી દીવાલ તોડવાની કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. બીજીતરફ પ્રવાસીઓને શહેરમાં પ્રવેશવા માટે દીવાલ અડચણરૂપ થઇ ગઇ છે.

માંડવીના વર્ષો જૂના ગઢ પાસે જામ થયેલો ટ્રાફિક

બ્રહ્મપુરીથી મચ્છીપીઠ વાલા સુધીની દીવાલ તોડાઇ હતી

અગાઉનગરપાલિકાએ બહ્મપુરીથી મચ્છીપીઠના નાકા સુધીનો ગઢનો હિસ્સો તોડી પાડ્યો હતો. હાલમાં જગ્યાનો રસ્તો પહોળો બનવાની સાથે વિકાસ નજરે ચડે છે, પરંતુ બાકીનો અમુક હિસ્સો તોડી પડાતાં વિકાસ અટકી ગયો છે.

ભૂકંપ બાદ મોટાભાગનો હિસ્સો તોડી પડાયો, પરંતુ એક ભાગ સુરક્ષિત રાખવા સામે અટકળો

અન્ય સમાચારો પણ છે...