તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં એક રાતમાં 8 દુકાનોના તાળા તૂટ્યા : પોલીસ ચોપડો કોરો

માંડવીમાં એક રાતમાં 8 દુકાનોના તાળા તૂટ્યા : પોલીસ ચોપડો કોરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાવોર્ડ નંબર ચારમાં એક રાતમાં આઠ દુકાનોના તાળા તોડી ચોરોએ તસ્કરીને અંજામ આપતા ચકચાર મચી ગઇ જો કે કોઇ મોટી રમક હાથ નહિ લાગતા ચોરોએ ગલ્લામાંથી પરચુરણ લઇ તેમજ ઠંડા પીણા તેમજ પરચુરણથી સંતોષ માન્યો હતો, વેપારીઓ પણ ફરિયાદથી દુર રહયા હતા. આશિર્વાદનગર, સર્વોદય સોસાયટી, મરિન પોલીસ ચોકી સહિતના વિસ્તારમાં મધ્ય રાત્રીના તસ્કરોએ 8 દુકાનના તાળા તોડીને મહેનત કરી હતી, પરંતુ દુકાનમાંથી માત્ર ખાનામાં રહેલી પરચુરણ હાથમાં આવી હતી, મોટી રકમ હાથ નહિ લાગતા તસ્કરો નિરાશ થયા હતા.દુકાનમાં પ્રવેશ કરીને ફ્રિઝમાં રાખેલા ઠંડા પીણાની બોટલોની મઝા માણ્યા બાદ બીડી, સિગારેટની પાકિટની ઉઠાંતરી કરી હતી, આવી રીતે તસ્કરોને મોલટી રકમ નહિ મળતા ગલ્લામાં પડેલી પરચુરણ ઉઠાવી ગયા હતા, 8 તાળા તુટતા મરિન પોલીસ અને સીટી પોલીસની હદમાં આવતા વિસ્તારમાં તસ્કરીની ઘટના બનતા પોલીસ આવી પહોંચી હતી, પરંતુ માલ મતા વધારે ગઇ હોવાથી વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

માંડવીના વોર્ડ નં. ચારમાં ગુરુવારે રાત્રે ચોરો એક સાથે આઠ દુકાનના તાળા તોડ્યા બાદ સવારે શહેરમાં ચકચાર મચી હતી. તસવીરમાં ચોરી થયેલી દુકાનો નજરે પડે છે.

ચોરી થયેલી દુકાનની તસવીરો

કઇ કઇ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી

ગાયત્રીસ્ટોર, સદગુરૂકૃપા, શિવ પ્રોવિઝન સ્ટોર, માયા ટ્રેડર્સ, લક્ષ્મીનારાયણ સ્ટોર, તુલસી સ્ટોર, મરિન પોલીસ મથક પાસેની એક કેબીન, મામલતદાર ઓફિસ પાસે આવેલ એક કેબીન સહિત આઠ દુકાનનના તાળા તુટ્યા હતા.

વધારે માલ મતા જતા વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું

અન્ય સમાચારો પણ છે...