Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીના ટીડીઓને રાજ્યમંત્રીની ધમકી : નોકરી કરવા નહી દઉં
રાજ્યમંત્રીતારાચંદ છેડાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં માંડવી તાલુકા વિકાસ અધિકારી હાજર રહેતા રાજ્યમંત્રીએ તેમને ફોન કરી નોકરી કરવાની દેવાની ધમકી આપી હતી.જેની મોબાઇલ ક્લીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. જે લોકોમાં ભારે ચર્ચાનો અને ટિકાનો વિષય બની ગઇ છે.
રાજ્યમંત્રી તારાચંદ છેડાનો જન્મ દિવસ 14મી જુલાઇના હતો. જેથી ગરીબ દર્દીઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજી ઉજવણી કરાઇ હતી. જેમાં દરેક સરકારી અધિકારીઓ આવ્યા હતા પરંતુ નવ નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી આઇ. જે. સિરોયા હાજર નહોતા. જે દરમિયાન રાજ્યમંત્રી પાસે કોઇકે મંત્રી પાસે કોઇક બાબતે ફરિયાદ કરી હતી. જેથી રાજ્યમંત્રીની સૂચનાથી અંગત મદદનીશે માંડવી તાલુકા વિકાસ અધિકારીને કોલ કર્યો હતો. રાજ્યમંત્રીએ મોબાઇલ ઉપર માંડવી TDO સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘નોકરીને કેટલો સમય બાકી છે, નોકરી કરવા નહીં દઉ.’ જેની કોઇકે મોબાઇલમાં વીડિયો ક્લીપ ઉતારી લીધી હતી. જે જોતજોતામાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. રાજ્યમંત્રીની આવી હરકત માત્ર ચર્ચાનો નહીં, ભારે ટીકાનો વિષય બની હતી.
મેં ધમકી આપી નથી : મંત્રી
રાજ્યમંત્રીતારાચંદ છેડાનો બાબતે ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, મેં બપોરે કોલ કર્યો હતો, પરંતુ નોકરી કરવા દેવા બાબતે કોઇ ધમકી આપી નથી !
5વર્ષે રેગ્યુલર TDO મળ્યા છે
માંડવીતાલુકા પંચાયતમાં છેલ્લા 5 વર્ષથી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી છે. રેગ્યુલર ટીડીઓ છેક 5 વર્ષ બાદ હાલમાં મળ્યા છે. જેની સાથે પણ પ્રકારનો વ્યવહાર થતા નવો વિવાદ સપાટીએ આવ્યો છે.
તારાચંદ છેડાના જન્મ દિને થયેલી ધાકધમકીની ક્લીપ વાયરલ