તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીના કિન્નરે 3 બાળકોને દત્તક લીધાં : બધી મિલ્કત તેમના નામે કરી નાખી !

માંડવીના કિન્નરે 3 બાળકોને દત્તક લીધાં : બધી મિલ્કત તેમના નામે કરી નાખી !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિન્નર,ત્રીજી જાતીની વ્યક્તિ ઘર આંગણે આવે તો આપણે મોં મચકોડીએ છીએ, તે પણ આખરે તો માણસની જાત છે અને જ્યાં માનવ હૃદય હોય ત્યાં કોઇને કોઇ સ્વરૂપે સંવેદના તો હોવાની હોવાની. માંડવીમાં પણ એક આવા કિસ્સાએ પ્રેરણાનો પથ પૂરો પાડવાનું કામ કર્યું છે.

શહેરના પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા આશાદે પ્રેમીલાદે નામના કિન્નરને એક દિવસ ફોન આવે છે. ફોન કરનારી મહિલા લાચાર સ્વરે જણાવે છે કે તેના પતિનું અવસાન થઇ ગયું છે અને પોતાના બે માસના બાબાની દવાઓની

...અનુસંધાન પાના નં.6

જરૂરત પણ તે પૂરી કરી શકે એવી સ્થિતિમાં નથી. આશાદે તરત તે પરિવારને રૂબરૂ મળે છે અને તે લાચાર માતાને બાળક દત્તક આપવા સમજાવે છે. માતાની સહમતીથી તેઓ બાળકને દત્તક લે છે. અગાઉ પણ તેઓ એક 3 દિવસનો બાળક અને 10 દિવસની બાળકીને પરિવારોની પરિસ્થિતિવશ દત્તક લઇ ચૂક્યાં છે.

બાળકોને દત્તક લઇને તેઓ માત્ર સમાજની સામે સેવાકીય ઉદાહરણ પૂરું પાડીને બેસી રહ્યા છે એવું રખે કોઇ માની લેતા. કિન્નર ત્રણેય બાળકો રસીદ, રાજા અને નરગીસના મા-બાપ બનીને અઢળક વ્હાલ વરસાવે છે અને તેમનો પોતાનાં સંતાનથી પણ અદકેરો ઉછેર કરી રહ્યા છે જેથી તેમને પોતાનાં સગાં માતા-પિતાનું સ્મરણ સુદ્ધાં થાય. રાજા અને નરગીસ તો આજે બાલમંદિરમાં અભ્યાસ કરી રહ્યાં છે.

દત્તક લીધેલા બાળકો સાથે કિન્નર

સંતાનોના લગ્ન માટેનું આગોતરું આયોજન

આશાદેનાત્રણેય સંતાનો જ્યારે લગ્નલાયક થશે ત્યારે શુંω વિચારને ધ્યાને રાખીને તેમણે અત્યારથી તેમના નામની એફ.ડી. બેંકમાં મૂકી રાખવા ઉપરાંત તેમના માટે ઘરેણાં સુદ્ધાં તૈયાર કરાવી રાખ્યાં છે અને પોતાની તમામ સંપત્તિ પુત્રોના નામે કરી દીધી છે.

આશાદેનીગણતરી શ્રીમંત કિન્નરોમાં થાય છે

આશાદેપ્રેમીલાદેની ગણના શહેરના શ્રીમંત કિન્નરોમાં થાય છે જ્યારે બની-ઠનીને બહાર

...અનુસંધાન પાના નં.6નીકળે ત્યારે કોઇ ફિલ્મી હિરોઇનને પણ પાછળ પાડી દે તેવો ઠાઠ છે. એ.સી. કાર અને બંગલો ધરાવતાં આશાદે આખાં ઢંકાઇ જાય તેટલું સોનું પહેરવાના શોખીન ગણાય છે.

માતા-પિતા નહીં બની શકનારા આશાદે દત્તક સંતાનો પર પ્રેમનો દરિયો છલકાવ્યો

અન્ય સમાચારો પણ છે...