• Gujarati News
  • કોડાયમાં ભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સાતમી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજારોહણ

કોડાયમાં ભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સાતમી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજારોહણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના કોડાય ગામમાં ભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સાતમી વર્ષગાંઠ તેમજ ધ્વજારોહણ આચાર્ય ભાગવતની નિશ્રામાં કરવામાં આવ્યું હતું.

પ્રસંગે સત્તરભેદી પૂજા તથા સંપૂર્ણ દિવસની સધાર્મિક ભક્તિ, આંગી વગેરે કરવામાં આવ્યા હતા, જેના દાતા ભારતીબેન નેમચંદ દેઢિયા તથા વેજબાઇ ખીમજી મારૂ રહ્યા હતા.

48મા વરસીતપના આરાધક અચલગચછાધિપતિ ગુણોદયસાગર સૂરી, વિદ્યાચંદ્રવિજયજી આદિ સાધુ-સાધ્વીએ આશીર્વચન પાઠવ્યા હતા.

રાજ્યમંત્રી તારાચંદ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ નિમિત્તે કોડાયની 1200થી વધુ ગાય માટે વરસાદ પડે, ત્યાં સુધી રૂા.15 લાખનો ઘાસચારો આપવાની જાહેરાત કોડાય ધર્મ ભક્તિ પ્રેમ સુબોધસૂરિ આરાધના ભગત ટ્રસ્ટે કરી હતી. પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પંચાન્હિકા મહોત્સવનું સંચાલન ટ્રસ્ટી નરેન્દ્ર મારૂ, અમૂલ દેઢિયા, નેમચંદ દેઢિયા, નવીન સાવલા, ધીરજ વિસરિયા અને હરખચંદભાઇએ કર્યું હતું. રાણશી ગઢવી, કાનજી ગઢવી, ઇબ્રાહીમ હાલા, અજીતસિંહ જાડેજા વગેરેઅે જહેમત ઉઠાવી હતી. સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

કોડાયમાં જૈનમુનીઓનું સામૈયુ કરાયુ ત્યારે રાજયમંત્રી જોડાયા.