• Gujarati News
  • National
  • માંડવીમાં ગેરકાયદે બાંધકામ તોડી, ખર્ચના 10 હજારની નોટિસ અપાઇ

માંડવીમાં ગેરકાયદે બાંધકામ તોડી, ખર્ચના 10 હજારની નોટિસ અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના ટ્રાફિકથી ધમધમતા આઝાદ ચોકમાં શનિવારે પાલિકાએ જેસીબી સહિતના સાધનોની મદદથી બિન અધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું અને બાંધકામ કરનારાને 10 હજાર રૂપિયા ભરવાની વસૂલાત નોટિસ પણ ફટકારી હતી. પૂર્વ ધારાસભ્યની ઓફિસ નીચે થયેલાં આ બાંધકામ સામે કરાયેલી કાર્યવાહીના પગલે શહેરના અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

થોડા દિવસ પહેલાં ભગતસિંહ માર્કેટમાં સુધરાઇની મિલકતમાં ભાડૂઆત કલ્પેશ નવીનચંદ્ર ઠક્કર દ્વારા બાંધકામ કરાયું હતું અને તેની મંજૂરી માટે પાલિકામાં ચાર વાર માગણી મૂકી હતી. તેમની આ માગને પગલે કારોબારી સમિતિએ ચકાસણીની શરતે મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન પરવાનગી ન હોવા છતાં બાંધકામ વધારી દેવાયું હતું. દરમિયાન સુધરાઇ દ્વારા ત્રણ દિવસ અગાઉ તેમને મૌખિક સુચના આપવામાં આવી હતી.

સુચનાની દરકાર ન લેવાતાં શનિવારે બપોરે જેસીબી, લોડર, ટ્રેક્ટર અને 20 મજૂરોની મદદથી બાંધકામને દૂર કરાયું હતું અને તેના ખર્ચ પેટે 10 હજાર ચૂકવવાની નોટિસ જવાબદારને ફટકારાઇ હતી. દરમિયાન ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ શહેરમાં નડતર રૂપ બાંધકામ અંગે ફરિયાદ કરાશે તો તેને તોડી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ક્યારે ωથશે ?
શહેરમાં નગર નિયોજનના નિયમોી ઐસી તૈસી કરીને મંજૂરી વિના કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બાંધકામ કરી દેવાયા છે જેના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ બાંધકામ માટે પાલિકા દ્વારા ક્યારે લાલ આંખ કરાશે તેવો વેધક સવાલ જાગૃત શહેરીજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...