ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mandavi» મોટા ભાડિયાની હત્યા પાછળ આડા સબંધ કારણભૂત : બે આરોપી જેલમાં, એક ફરાર

    મોટા ભાડિયાની હત્યા પાછળ આડા સબંધ કારણભૂત : બે આરોપી જેલમાં, એક ફરાર

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:45 AM IST

    મોટા ભાડિયાના પ્રથમ ગુમનોંધ બાદ હત્યા પ્રકરણમાં નવો વળાંક આવતા જેમા હત્યા પાછળ પૈસા કારણભૂત નહીં પરંતુ મુખ્ય...
    • મોટા ભાડિયાની હત્યા પાછળ આડા સબંધ કારણભૂત : બે આરોપી જેલમાં, એક ફરાર
      મોટા ભાડિયાની હત્યા પાછળ આડા સબંધ કારણભૂત : બે આરોપી જેલમાં, એક ફરાર
      મોટા ભાડિયાના પ્રથમ ગુમનોંધ બાદ હત્યા પ્રકરણમાં નવો વળાંક આવતા જેમા હત્યા પાછળ પૈસા કારણભૂત નહીં પરંતુ મુખ્ય આરોપીના પત્નિ સાથે આડા સબંધ હોવાનું પ્રકાસમાં આવતાં હત્યા કરવામાં ત્રણ આરોપીના નામ ખુલ્વા પામ્યા છે, જેમા બે આરોપી પ્રોહિબીશનના ગુનામાં જેલ ખાતે છે, જ્યારે એક આરોપી પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

      દેવાંગ માણેક ગઢવી (ઉ.વ.19) રહે મોટા ભાડિયાની રાત્રીના દશ વાગ્યાની આસપાસ 12 ફેબ્રુઆરીના ગુમ થયા બાદ 13 ફેબ્રુઆરીના ગુમનોંધ નોંધાયા બાદ કોલ ડિટેઇલના આધારે 20 લોકોની પુચ્છપરછ કરવામાં આવી હતી, જેમા મુખ્ય આરોપી રામ પ્રભુ ગઢવીએ એજ દિવસે સવારથી રાત્રી સુધીમાં દશ કોલ મરણ જનરાને કર્યા હતા પ્રિ-પ્લાનિંગ મુજબ હત્યા કરવામાં આવી હતી પ્રથમ લાલ કલરની દોરીથી ગળે ટુંપોદઇ મોત નિપ્જાવ્યા બાદ કૃરતા પૂર્વક તિક્ષ્ણ હથિયારથી બે હાથ અને પગને ઘડથી અલગ કરીને ટુકડા બોરમાં નાખી દેવામાં આવ્યા હતા. હત્યા કરવા પાછળ રામ પ્રભુ ગઢવી રહે મોટા ભાડિયાની પત્નિ નાગેશ્રી સાથે આડા સબંધ હોવાનું વહેમ અને મનદુખ રાખી દેવાંગને જાનથી મારી નાખવાની નેમ વ્યક્ત કરીને ખીમરાજ હરી ગઢવી રહે મોટા કાંડાગરા વાડી વિસ્તાર, નારાણ પુનશી ગઢવી ત્રણે જણાઓએ વિશ્વાસમાં લઇ મોતને ઘાટ ઉતારી નાખવાની ફરિયાદ મૃતકના પિતા માણેકભાઇ ભારાભાઇ ગઢવીએ પોલીસમાં બયાન આપતાં ત્રણે આરોપી સામે ખૂનનો ગુનો નોંધાયો હતો. જેમા બે આરોપી જેલ હવાલે એક આરોપી નારાણ પુનશી ગઢવીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહયું છે, વધારે આરોપીની રિમાન્ડ લીધા બાદ ઘટના પાછળનું રહશ્ય ખુલ્વા પામશે મૃતકની લાશ શોધવા માટે 6 દિવસ સુધી 5 હીટાચી, બે લોડર એક જેસીબી મશીનરીની કામગીરી બાદ લાશ મળી આવતા પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ તપાસ માટે જામનગર મેડિકલ કોલેજ પોલીસ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી હતી જે વિધિ પૂર્ણ કર્યા બાદ લાશ રવિવારના પરત મોટા ભાડિયા પહોંચે તેવી શંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મોટા ભાડિયાની હત્યા પાછળ આડા સબંધ કારણભૂત : બે આરોપી જેલમાં, એક ફરાર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `