તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં બે સમાજના સ્મશાન વચ્ચે કેનાલમાં ગંદકીથી કચવાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છમાંડવી, ક્લિન માંડવીનું સુધરાઇ દ્વારા સૂત્ર અપાયું છે, જે પોકળ હોય તેમ ગોસ્વામી અને જૈન સમાજ વચ્ચે આવેલી કેનાલ ગંદકીથી ખદબદતી હોવાથી કચવાટ ફેલાયો છે. બન્ને જ્ઞાતિના આગેવાનોએ પાલિકા દ્વારા નિયમિત સફાઇ કરાય તેવી માગ કરી છે.

દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થળ અખાડા અને જૈનોના સ્મશાન ગૃહ વચ્ચેની ઓગનની કેનાલમાં ફેલાયેલી ગંદકીના કારણે અંતિમવિધિ માટે આવતા લોકોને નાકે રૂમાલ આડો દેવાની ફરજ પડે છે. અંતિમ સંસ્કાર સમયે કેટલીક ધાર્મિકવિધિ કરાતી હોય છે, તેવા સમયે માથું ફાડી નાખે તેવી બદબૂ આવતાં કચવાટ ફેલાયો છે. નિયમિત સફાઇ વેરો વસૂલતી સુધરાઇનો સેનિટેશન વિભાગ માંદો પડી ગયો હોવાની ચાડી ખાતી ગંદકીને તાકીદે દૂર કરાય અને નિયમિત સફાઇ કરવા માટે સમાજના આગેવાનો માગ કરી રહ્યા છે.

ગંદકીથી ખદબદતી કેનાલ

ગોસ્વામી અને જૈન જ્ઞાતિજનોની નિયમિત સફાઇ માટે માંગ

સ્વચ્છ માંડવી, ક્લિન માંડવીનું સૂત્ર પોકળ હોવાની સાબિતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો