• Gujarati News
  • માંડવીમાં નવમાંથી 12 વોર્ડ કરવા દરખાસ્ત

માંડવીમાં નવમાંથી 12 વોર્ડ કરવા દરખાસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની હદ વધારવા પણ હિલચાલ

માંડવીશહેરની સુધરાઇમાં હાલે 9 વોર્ડ છે ત્યારે નવી વસતીના ધારાધોરણ મુજબ બાર વોર્ડનો કરવામાં આવે તે માટેની દરખાસ્ત ચૂંટણી શાખામાં રજૂ કરી દેવાઇ છે. ઓક્ટોબર-2015માં ની ચૂંટણીમાં સુધરાઇમાં નવ વોર્ડમાંથી બાર વોર્ડ કરાશે. એક વોર્ડમાંથી બે સ્ત્રી અને બે પુરૂષનો સમાવેશ તથા પચ્ચાસ ટકા મહિલા અનામતનો લાભ મળતા એક વોર્ડમાં ચાર કાઉન્સીલર ચૂંટણી લડશે.

બાર વોર્ડની ગણતરીએ જોઇઅે તો માંડવીમાં 24 સ્ત્રી અને 24 પુરૂષ સહિત 48 કાઉન્સીલર સુધરાઇને મળશે. પચ્ચાસ હજારની વસતી ધરાવતી સુધરાઇમાં ગાઇડલાઇન મુજબ 12 વોર્ડ કરવાના હોઇ નવી આકરણી પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી શાખામાં માટે દરખાસ્ત પેશ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કલેક્ટરના આદેશ મુજબ નગરપાલિકાની હદ વધારવા માટે સુચના મળી છે. તેથી બાર વોર્ડની જગ્યાએ વોર્ડમાં વધારો થવાની શક્યતા પણ બની શકે છે.

{ ચૂંટણીમાં 1 વોર્ડમાંથી 4 ઉમેદવાર રહેશે

{ 50 %મહિલા અનામત રહેલા 24 પુરૂષ અને 24 સ્ત્રી કાઉન્સીલર રહેશે