ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mandavi» શિરવા પાસે શ્વાનને બચાવવા જતાં કાર પલટી : યુવતીનું મોત

    શિરવા પાસે શ્વાનને બચાવવા જતાં કાર પલટી : યુવતીનું મોત

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 04:25 AM IST

    લાયજાથી માંડવી આવેલા બેનને લેવા બેન કારથી ગયા અને પરત લાયજા જતા પહેલા શિવ-મસ્તુ સાધના પાસે શ્વાન આડું ઉતરતાં...
    • શિરવા પાસે શ્વાનને બચાવવા જતાં કાર પલટી : યુવતીનું મોત
      શિરવા પાસે શ્વાનને બચાવવા જતાં કાર પલટી : યુવતીનું મોત
      લાયજાથી માંડવી આવેલા બેનને લેવા બેન કારથી ગયા અને પરત લાયજા જતા પહેલા શિવ-મસ્તુ સાધના પાસે શ્વાન આડું ઉતરતાં ફોરવ્હીલર કાર ત્રણ ગળથોલીયા ખાઇ જતાં જેમા 17 વર્ષીય દિકરી દરવાજોમાંથી બહાર ફંગોળાઇ જતાં રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું આ દુર્ઘટનાથી ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.

      વહેલી સવારે 6.30 વાગ્યાના અરસામાં જામનગરથી આવેલ પરિવારના માંડવી ઉતર્યા હતા જેમને લેવા માટે લાયજાથી ફોરવ્હીલર કારથી પરત લાયજા જતા હતા એ અવસરે રોડ પર શ્વાનને બચાવવા જતાં ફોરવ્હીલર કાર 3 પલ્ટી મારી ગઇ હતી, જેના કારણે કારના દરવાજા પાસે બેઠેલા જશોદાબેન અરજણ ભીઢા (ગઢવી) (ઉ.વ.17) ઉછળીને બહાર ફેંકાઇ જતાં રોડ પર માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે કૌટુંબીક લગ્ન હોવાથી મરણ જનાર ના બેનને લેવા સમયમાં કુતરૂ આડુ આવતા અકસ્માત સર્જાયો હતો, જેમા ચાર જણાઓનો ચમત્કારીક બચાવ થયો હતો અને નાની મોટી ઇજાઓ થઇ હતી, દિકરીનું અકસ્માતમાં મોત થતાં સમગ્ર ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.

      હતભાગી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શિરવા પાસે શ્વાનને બચાવવા જતાં કાર પલટી : યુવતીનું મોત
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `