તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીના 8મા વોર્ડના રહેવાસીઓએ જાહેર કૂંડી હટાવવા કરી રજૂઆત

માંડવીના 8મા વોર્ડના રહેવાસીઓએ જાહેર કૂંડી હટાવવા કરી રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીશહેરના વોર્ડ નં. 8 સુરૈયા ચોક વિસ્તારના રહેવાસીઓ આખલાઓના ત્રાસથી ત્રાહિમામ થતા મોરચા સાથે નગર સેવા સદનના દ્વારા ખટખટાવ્યા.

શહેરના વોર્ડ નં. 8 સુરૈયા ચોક વિસ્તારના રહેવાસી મહિલાઓએ લેખિત આવેદનપત્ર નગર સેવા સદનના પ્રમુખ સુજાતાબેન ભાયાણીને આપ્યું હતું, જેમાં વિસ્તારમાં એઠવાડની કૂંડીની જરૂરિયાત હોતાં જેના કારણે દરરોજ 8થી 10 જેટલા આખલાનો જમાવડો રહે છે. જેના કારણે અકસ્માત સાથે રાહદારીઓ અડફેટે લેતા કિસ્સા બન્યા છે, ત્યારે જાહેર કૂંડીને દૂર કરવા રજૂઆત કરાઇ હતી. મોરચામાં ફાલ્ગુનીબેન જોષી, સવિતાબેન સોલંકી, જયશ્રીબેન ચુડાસમા, મીનાબેન શિયાળવાલા, મનીષાબેન બાલાપરિયા, ભૂમિતાબેન ખારવા સહિતના રહેવાસીઓ મહિલાઓ જોડાઇ હતી.

નગર પ્રમુખને આવેદનપત્ર આપવા આવેલો મહિલા મોરચો નજરે પડે છે.

આખલાઓના ત્રાસથી છૂટવા નગરપાલિકામાં મોરચો આવ્યો

અન્ય સમાચારો પણ છે...