તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 75 વર્ષ જૂની કીટલી : માલિક પલાઠી વાળીને ચા બનાવે, ગ્રાહક ઉભીને પીવે!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

75 વર્ષ જૂની કીટલી : માલિક પલાઠી વાળીને ચા બનાવે, ગ્રાહક ઉભીને પીવે!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇ.સ.1947માં દેશ આઝાદ થયો ત્યારે 26 દેશોના વાવટા જે બંદર પર ફરકતા હતા તે માંડવીની બંદરની જાહોજલાલી સમી એક ચા ની કીટલી હજી પોણો સો વર્ષ થયાં એટલી ધમધમે છે. માત્ર 5 બાય 5 જેટલી સાંકડી જગ્યામાં ચાલતી હોટલમાં આજના દિવસે પણ ચાય પીવા માટે બેઠક વ્યવસ્થા હોવા છતાં રસિકો લાઇન લગાવે છે.

શહેરના બંદર તરફ જતા રસ્તે તારાચંદ શાહની ચા ની હોટલ આજે તેમના પુત્ર કિરણભાઇ સંભાળે છે. આજથી 23 વર્ષ પહેલાં જ્યારે તેમણે પિતાના અવસાનને પગલે કીટલી સંભાળી ત્યારે એક ચા નો ભાવ માત્ર 35 પૈસા હતો, આજે 7 રૂપિયા છે.

કિરણભાઇના જણાવ્યા મુજબ વહેલી સવારના 4 વાગ્યાથી શહેરમાં એકમાત્ર તારાચંદભાઇની હોટલ ખુલતી હોવાને લીધે અહીં આજ સુધી ખ્યાતનામ, ભજનાનંદી, ગઝલ સમ્રાટો, કલાકારો વહેલી સવારની ચા ની ચુસ્કી માણી ચૂક્યા છે.

વારસદારના અભાવે કીટલી બંધ થવાની સંભાવના

કિરણભાઇનાજણાવ્યા મુજબ જૈન હોવા છતાં તેમના પિતા તારાચંદ ઇન્દરજી શાહે 50 વર્ષ સુધી સૌને ચા પીવડાવી. તેમના ભાઇઓ સવાઇલાલ અને મુલકચંદ હતા ત્યાં સુધી તો સવારે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી સતત કીટલી ધમધમતી અને દિવસ-રાત લોકો ચાની ચુસકી લેતા, આજે કિરણભાઇ હવે એકલા હોવાથી સવારે 4 થી 10 અને બપોરે 2 થી 7 દરમિયાન કીટલી ચલાવે છે. જો કે, તેઓ પરણ્યા હોવાથી વારસદારના અભાવે 75 વર્ષથી ચાલતી હોટલ સમય જતાં બંધ પડે તેવી શક્યતા તેઓ જોઇ રહ્યા છે.

ડાઘુઓ પાસેથી આજે પણ પૈસા નથી લેવાતા

કોઇપણજ્ઞાતિના ઘરમાં મરણ પ્રસંગ બન્યો હોય અને ડાઘુઓ માટે ચા-કોફીની વ્યવસ્થા માટે જો પરિવારનું સદસ્ય કિરણભાઇની કીટલીએ પાર્સલ લેવા જાય અને જો તેમને ખ્યાલ આવી જાય તો આજની તારીખમાં પણ તેઓ પરિવાર પાસેથી પૈસા લઇ માનવતાની મહેક પ્રસરાવવા સાથે સમાજસેવા પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો