તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મમાયમોરામાં ગૌ સેવાના લાભાર્થે યોજાઇ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મમાયમોરામાં ગૌ સેવાના લાભાર્થે યોજાઇ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના મમાયમોરામાં ગૌ સેવાના લાભાર્થે મહિલા મંડળ દ્વારા યોજાયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આસપાસના ગામડાંના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વૃંદાવનધામ ખાતે યોજાયેલી કથામાં ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે રામજન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. કથાના વ્યાસાસનેથી લુડવાવાળાં સાધ્વી પાર્વતીદેવીજીએ કથારસનું પાન કરાવ્યું હતું. દાતાઓ ગૌ સેવાના કાર્યમાં મન મૂકીને વરસ્યા હતા.

કથા દરમિયાન રાત્રિના રાસ-ગરબા, ભજન સંધ્યા, રામદેવપીરનું આખ્યાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રૂક્ષ્મણી વિવાહમાં સાચાં જોડલાં દેવડીયાના જયસુખગીરીની પુત્રીઓ રિંકલના લગ્ન શીકરાના જમનાબેન રણછોડના પુત્ર ભાવેશગીરી સાથે અને કોમલના લગ્ન પુનિતગીરી સાથે કરાવાયાં હતાં. ગૌ સેવાકાર્યના ઉદ્દેશથી કરાયેલાં આયોજનને ગામના સૌ કોઇએ બિરદાવી સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

કૃષ્ણજન્મોત્સવની રંગારંગ ઉજવણી

રૂક્ષ્મણી વિવાહમાં સાચાં જોડલાંના લગ્ન ભાવિકોએ માણ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો