અરુણ જેટલી ઉ.પ્ર.થી રાજ્યસભામાં જશે

નવી દિલ્હી | નાણાપ્રધાન અરુણ જેટલી ઉત્તર પ્રદેશમાંથી ઉપલા ગૃહમાં જશે. હવે વડાપ્રધાન, ગૃહપ્રધાન, નાણાપ્રધાન પણ...

DivyaBhaskar News Network | Updated - Mar 08, 2018, 04:10 AM
અરુણ જેટલી ઉ.પ્ર.થી રાજ્યસભામાં જશે
નવી દિલ્હી | નાણાપ્રધાન અરુણ જેટલી ઉત્તર પ્રદેશમાંથી ઉપલા ગૃહમાં જશે. હવે વડાપ્રધાન, ગૃહપ્રધાન, નાણાપ્રધાન પણ ઉ.પ્ર.માંથી જશે. જેટલી ગુજરાતમાંથી રાજ્યસભામાં જતા હતા. ગુજરાતની 2 બેઠકો ઉપર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ...અનુસંધાન પાના નં. 11

મનસુખ માંડવીયાને રિપીટ કરાયા છે. શંકર વેગડે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ તરફથી ટેકનોક્રેટ સામ પિત્રોડા, દીપક બાબરીયા, ભરત સોલંકી અને શક્તિસિંહ સોલંકીમાંથી કોઈ બેના નામની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ તેની એક માત્ર બેઠક માટે જયા બચ્ચનને રિપીટ કર્યા છે. નરેશ અગ્રવાલને ટિકીટ અપાઈ નથી. ભાજપે જાહેર કરેલા અન્ય ઉમેદવારોમાં મધ્ય પ્રદેશથી થાવરચંદ ગહેલોત, ધર્મેન્દ્ર પ્રધાન, હિમાચલથી જે.પી. નડ્ડા, બિહારથી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનથી ભુપેન્દ્ર યાદવ ચૂંટણી લડશે.

ભાસ્કર અગ્રેસર

ભાસ્કરે 23 ફેબ્રુઆરીએ જેટલી યુપી જઈ શકે એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો

X
અરુણ જેટલી ઉ.પ્ર.થી રાજ્યસભામાં જશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App