• Gujarati News
  • National
  • માંડવીમાં ગુમાસ્તાધારાના ભંગ માટે વેપારીને નોટિસ

માંડવીમાં ગુમાસ્તાધારાના ભંગ માટે વેપારીને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંલાયજા રોડ પર નવનિર્મિત હરિકૃષ્ણ પ્લાઝા મોલમાં સુધરાઈના શોપ ઈન્સ્પેક્ટરે અચાનક આદરેલાં ચેકિંગમાં એક વેપારી ગુમાસ્તાધારાનો ભંગ કરતો હોવાનું જણાતાં તેને નોટિસ ફટકારાઈ હતી.

મોલમાં ચાલતા હરિકૃષ્ણ સુપર સ્ટોર માટે પાલિકાનું લાઇસન્સ લેવાયું હોવાનું તેમજ હરિકૃષ્ણ એન્ટરપ્રાઈઝના નામે ચાલતા ઈલેક્ટ્રોનિક્સ શો રૂમ માટે જે લાઇસન્સ લેવાયું હતું તેમાં માત્ર છૂટક વેચાણ તથા ક્યાંય ઈલેક્ટ્રોનિક્સનો ઉલ્લેખ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બન્ને દુકાનના માલિક મનસુખ ખીમજી છભાડિયાને શોપ ઈન્સ્પેક્ટર રમેશ ઝાલાએ ગુમાસ્તાધારાના ભંગ બદલ નોટિસ ફટકારી હતી.

મોલ એક કોંગ્રેસી અગ્રણીનો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે ભાજપ સામે વિરોધનો સૂર ઉઠેે તે પહેલાં તેને દબાવી દેવા માટે ચેકિંગ કરાયું હોવાના આક્ષેપો થયા હતા. બીજી બાજુ કાંઠા પરના એક વેપારીના લાઇસન્સ માટે છેક મંત્રી પાસે રજૂઆત કરાઈ હોવાનું પણ બહાર આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોટીસ ફટકારાતા ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...