• Gujarati News
  • National
  • ધુણઇના ડેમની મરંમત નહીં થાય તો આંદોલનની આપી ચીમકી

ધુણઇના ડેમની મરંમત નહીં થાય તો આંદોલનની આપી ચીમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ધુણઇ ગામના ડેમનો સ્લૂઝ વાલ્વ છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં હોતાં તળિયાઝાટક થઇ જાય છે. બાબતે વારંવાર રજૂઆત કરાઇ હોવા છતાં રિપેરિંગ થતું નથી તેમ કહેતાં સરપંચે તાકીદે યોગ્ય નહીં થાય તો ગ્રામજનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી છે.

સિંચાઇ ખાતા હસ્તકના ડેમની કેનાલ પણ જર્જરિત હોવાના કારણે છેલ્લા બે વર્ષથી પાણીનો સંગ્રહ થઇ શકતો હોવાના કારણે પશુપાલકો અને ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. હવે ચોમાસું દરવાજે દસ્તક મારી રહ્યું છે, ત્યારે જો તાત્કાલિક રિપેરિંગ નહીં થાય તો આંદોલન છેડવા સરપંચ શારદાબેન અબોટીએ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...